Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં માવઠાના પરિણામે ખેડુતોના પાકને નુકશાની સર્જાઇ હોવાથી રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના કાતડા, ડાંગરા, ખાખરા અને કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે ખેડૂતો સાથે બેઠકો યોજી હતી. તેમજ ખેતરોમાં થયેલ પાક નુકસાનીનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ અને માવઠાના પરિણામે ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે. તે બદલ સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. મંત્રીએ આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે બેઠક યોજી તેઓની રજૂઆતો સાંભળી હતી. તેમજ સર્વેની કામગીરી અંગેની પણ જાણકારી મેળવી હતી. મંત્રીની આ મુલાકાતમાં ધારાસભ્ય મેઘજી ચાવડા, અગ્રણીઓ લગધીરસિંહ જાડેજા, રસિક ભંડેરી, રાજેન્દ્રસિંહ જાડેજા, ભીમજી મકવાણા, જેન્તી કગથરા, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.