Mysamachar.in-જામનગર:
આ ચોમાસા બાદ જામનગર શહેરમાં કેટલાય રસ્તોની હાલત હજુ પણ બદતર છે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના કેટલાય વિસ્તારો એવા છે જ્યાંના સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ તહેવારોમાં પણ આવા જ રસ્તાઓનો ત્રાસ સહન કરવાનો છે કારણ કે મનપાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા જેના હસ્તક શહેરના મુખ્યમાર્ગોના નવીનીકરણ અને નિભાવ મરામતની જવાબદારી આવે છે તે શાખા કોઈ અન્ય “ચોક્કસ” પ્રકારના કામમાં વ્યસ્ત હોય તેમ જાણકારો ચર્ચાઓ કરે છે.

એક દાખલો લઈએ તો શહેરના પ્રવેશદ્વારો પૈકીનો એક એટલે લાલપુર બાયપાસ અહીંથી શહેરમાં પ્રવેશી શકાય અને પવનચક્કીથી આ માર્ગ પર જઈએ એટલે ગ્રામીણ વિસ્તારો અને જીઆઈડીસીને જોડતો રસ્તો છે, આ રસ્તો જ્યાંથી શરુ થાય ત્યાંથી માંડીને લાલપુર બાયપાસ ચોકડી સુધી મસમોટા ખાડાઓ પડી ગયા છે તેમાંથી અમુક સીસી રોડમાંથી તો સળિયા પણ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે,
રણજીતસાગર રોડ કહીએ તો આ રોડ પર આસપાસ કેટલીય સોસાયટીઓ આવેલ છે ત્યાંથી થોડા આગળ જઈએ તો દરેડ જીઆઇડીસી આવેલ છે અને દૈનિક નાના મોટા હજારો વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે અહી રાડ પડાવતા ખાડાઓની મરામત તત્કાલ કરાવવી જરૂરી હોય તેમ સ્થાનિકોનો મત છે,
રસ્તાની બદતર હાલત અંગે Mysamachar.in દ્વારા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર રાજીવ જાનીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે અમારા વિભાગ દ્વારા સીસીરોડ કરવામાં આવતા નથી જે હયાત સીસી રોડ તૂટી ગયો છે ત્યાં ડામર પાથરી અને રીપેરીંગની કામગીરી કરવામાં આવશે તે સર્ફેસિંગ અંગેનું ટેન્ડર છે, જયારે તેવોને પૂછવામાં આવ્યું કે સિમેન્ટ પર ડામર તો તેવાઓએ જણાવ્યું કે નેશનલ હાઈવે ઓથોરીટીના કામોમાં પણ સિમેન્ટ પર ડામરનું કામ થાય છે એટલે અહી પણ થઇ શકે હવે જયારે કવોરીના લીઝ ધારકોની હડતાલ પૂર્ણ થશે એટલે આ કામ હાથ પર લેવામાં આવશે તેમ તેવાઓએ જણાવ્યું હતું.આમ હવે સિમેન્ટ રોડ પર ડામરનું લૈયર થશે પણ ક્યારે અને કેવું થશે તે જોવાનું છે.

–બે અગત્યની વાત…..
01-પ્રોજેક્ટ પ્લાનીંગ એટલે પહેલા પ્રોજેક્ટ તૈયાર કરવાનો બાદમાં પ્લાનીંગ કરવાનું અને કોસ્ટ વાઇઝ મજબુત ટકાઉ કામ થાય તે વિશીષ્ટ રીતે જોવાનું નહીતર સીવીલ શાખા છે જ તો આ શાખાનું કામ શું હોય? પરંતુ ભવિષ્યનો વિચાર,કેટલા વાહનનો આ રોડ ઉપર લોડ આવશે? કેટલા તાપમાનના ફેરફાર થશે? કેટલો વરસાદ પડશે? કેમકે 2003 થી જામનગરમાં એકાંતરા વર્ષે અતિભારે વરસાદ પડે છે છતાય બહુ દૂર ન જાઇએ 2010 તો ભારે વરસાદનું પ્રમાણ..ખરૂ જ….તો કહે છે કે મરામત માટે પણ સ્પેશીફીકેશન હોય છે તેમજ પ્રોજેક્ટ પ્લાનીંગ શાખામાં રોડની મરામતની કોસ્ટ સીવીલ બ્રાંચ કરતા વધુ હોય છે એમ કેમ? મજબૂતીકરણ અને બ્યુટીફીકેશન…..એટલે કે રોડ જોઇને એમ લાગે કે વાહ……તે પ્રકારે સાયન્ટીફીક રીતે મુળ રોડના મટીરીયલ સાથે સુસંગત કરીને મરામત કરવાની હોય છે તે પ્રોજેક્ટ પ્લાનીંગને કોણ કહેશે..?
02-બીજી વાત એ કે દરેક પ્રોજેક્ટ માટે કોર્પોરેશન પાંચ ટકા વહીવટી ચાર્જ ચુકવે છે છતા કામના સ્થળે પ્રોજેક્ટ પ્લાનીંગનો સ્ટાફ કેટલો હાજર હોય છે? ચકાસણી કોણ કરે છે? કેમકે થીંગડા વખતે પણ ડામર હોય કે કાંકરી ડસ્ટ રેતી જેવી રફ ડસ્ટ ગાબડાની ઉંડાઇ તેને ઉડાને પહોળા બંને તરફ જરા વધુ ખોદી બાદમાં લેયરવાઇઝ પુરાણ કરવાનું હોય છતા સીધા જ મીક્સ માલ (એજન્સીએ પોતાની મેળે મીક્સચર બનાવ્યુ હોય જેનુ નીરીક્ષણ કે પરીક્ષણ ન થયુ હોય તે ) મીક્ચર ખાડાની સફાઇ કે ઉંડાણ કર્યા વગર ઠાલવાય છે તે મરામત પણ ક્યાં સુધી ચાલશે?
