Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમ વધી રહ્યા છે તેનો સ્વીકાર ખુદ રાજ્યના પોલીસવડા પણ કરી ચુક્યા છે, ત્યારે સાયબર ક્રાઈમની ટીમો આવા ગુન્હાઓ સુધી પહોચવા મથતી હોય છે એવામાં સાયબર ગઠિયાઓને મદદ કરનાર કેટલાક ઇસમોને જામનગર સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા હોવાની વિગતો જાહેર થઇ છે, વિગતો એવી છે કે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આઈ.એ. ઘાસુરા દ્વારા તેમના સ્ટાફને જરૂરી સૂચના કરવામાં આવેલ કે, હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર કાઇમના બનાવો વધવા પામેલ છે. જેમા અમુક સાયબર ગઠીયાઓ દ્વારા ગુન્હાહીત હેતુસર તેઓના મળતીયાઓ મારફત બેંક અકાઉન્ટ ખોલાવડાવી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલ નાણા આ બેંક એકાઉન્ટમાં જમા કરાવી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરવામાં આવે છે.
જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમને ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે જામનગર જીલ્લાના અમુક વ્યક્તિઓ દ્વારા લોકો સાથે ઓનલાઈન ફાઈનાન્સિયલ ફ્રોડ આચરવા માટે ગુન્હાહીત હેતુસર બેંક એકાઉન્ટ પુરા પાડવામાં અને ઓપરેટ કરવામાં આવેલ છે. જે ગુન્હાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ બેંક અકાઉન્ટ્સના કે.વાય.સી. તથા બેંક સ્ટેટમેન્ટ મેળવી તેનું એનાલિસીસ કરાતા આ બેંક એકાઉન્ટ્સમાં આશરે 4 કરોડથી વધુના અનઓથોરાઇઝ ટ્રાન્ઝેકશન મળી આવેલ તથા NCCRP પોર્ટલ પર થયેલ ફરીયાદ-અરજીઓ મળી આવેલ. જેમાં સાયબર ક્રાઈમ આચરી લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરવાની ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાનું જણાય આવતા લોકો સાથે ઓનલાઈન ફાઈનાન્સિયલ ફોડ કરી સાયબર ક્રાઈમની ગુન્હાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ બેંક એકાઉન્ટ પ્રોવાઈડર તથા એકાઉન્ટ ઓપરેટ કરતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
આરોપીઓ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ પોતાના નામના બેંક એકાઉન્ટ ખોલાવડાવી આ બેંક એકાઉન્ટ ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે એકાઉન્ટ કિટ સહીત આપી જે દરેક બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે છેતરપિંડી કરી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી અને અંદાજે 4 કરોડથી વધુ રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે my samachar સાથેની વાતચીતમાં સાઈબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેકટર આઈ.એ. ઘાસુરાએ કહ્યું કે હાલ અમે 11 એકાઉન્ટની ચેઈન પકડી પાડી છે, આ આંકડો કદાચ 100 ને પાર થઇ શકે અને જે એકાઉન્ટનો અમે ડેટા કાઢ્યો તો જેઓ સામાન્ય કામકાજ કરે છે તેના એકાઉન્ટમાં લાખોની બેલેન્સ હોવી શંકા ઉપજાવનારું લાગતું હતું તેના પરથી આ ગુન્હો દાખલ કર્યો છે અમને આશા છે કે હજુ પણ આવા કેટલાક ઈસમો અમારી તપાસ દરમિયાન મળી આવશે.
સાયબર ક્રાઈમે ઝડપી પાડેલ ઈસમો…
-મયુર મનહરલાલ સોઢા રહે ચારણ ફળી જામનગર
-અમિર હુશેન હનિફભાઈ ગંઢાર રહે. વાઘેર વાળો જામનગર
-ઉબેદ ઓસમાણભાઈ ગોધાવીયા રહે.ગુલાબનગર પોલીસ ચોકીની સામે જામનગર
-મહેદ્ર રામજીભાઈ કણજારીયા રહે.જુનાનાગના જામનગર
-જફરઉલ્લાખા સુલતાનખાન લોદી રહે. રબાની પાર્ક જામનગર
-બાશીતખાન જફરઉલ્લાખા સુલતાનખાન લોદી રહે.રબાની પાર્ક જામનગર
-આનંદ હિતેશભાઈ ચોથાણી રહેપટેલવાડી જામનગર
-મોહેબઅલી મેહેબુબભાઈ મકવાણા રહે. વાઘેર વાળો જામનગર
-દેવરાજ બાબુભાઇ ચોવટીયા રહે મારુતીનંદન સોસાયટી જામનગર
-સમિર હસમુખભાઈ ટીકરીયા રહે.રામેશ્વર નગર જામનગર
-મુકેશ અરવિંદભાઇ રાઠોડ રહે. માત્રુઆશિસ નવાગામ ઘેડ જામનગર