Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ઠેર ઠેર ખાડાઓ આજે પણ હયાત છે ક્યાંક નાનું નાનું રીપેરીંગ પણ થયું છે અને કેટલીય જગ્યાએ પેચવર્ક કરવાના ઠેકાણા નથી એવામાં સ્થાનિકો અને ખાસ કરીને આવા ખાડાઓ પાસેથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે મનપાના શાશકો અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના અધિકારીએ જાગવાની જરૂર હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે શહેરમાં રસ્તાના ખાડા લોકોનો ભોગ લેવા સુધી આવી ગયા છે છતાં સાહેબો નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ લાગે છે.

આ સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકે જાહેર થયેલ વિગતો કહે છે કે ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સિદ્ધિ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા કનેયાલાલ વાઘુમાલ અછડા નામના 72 વર્ષીય વૃદ્ધ પોતાનુ કાળા કલરનુ એકટીવા મોટરસાઈકલ જેના રજી નં-GJ-10-AL-1750 વાળુ લઈને ઘરેથી ખંભાળીયા નાકે જતા હતા ત્યારે સીંધી સ્કુલ સામે પહોચતા ત્યા રોડ ઉપર ખાડો આવતા બાઈકનું બેલેન્સ ખોરવાઇ જતા તેવો ત્યાં રોડ ઉપર પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેવોને સારવારમા જામ જી.જી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેવોનું દરમિયાન મોત થયું હોવાનું તેમના પુત્ર નિલેશ અછડાએ સીટી એ ડીવીઝન પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.(file image)
