Mysamachar.in: જામનગર
આજથી 31 વર્ષ અગાઉ 1993ની સાલમાં જામનગરના ગુડ ઇવનિંગ અખબારના તત્કાલીન તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની 9 આરોપીઓએ કરપીણ હત્યા નિપજાવી હતી. ત્યારબાદ અમુક આરોપીના મૃત્યુ થઈ ગયા છે. અમુક આરોપીઓને શંકાનો લાભ આપી છોડવામાં આવ્યા છે. આ ચકચારી કેસમાં આરોપી નંબર 4 પૂર્વ પોલીસકર્મી ગંભીરસિંહ જાડેજાને અદાલતે આજીવન કારાવાસની સજા જાહેર કરી છે અને રૂ. 25,000ના દંડનો પણ સેશન્સ અદાલતે હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 1993માં આ હત્યા લીમડાલાઈન વિસ્તારમાં એક ખાનગી કંપનીની ઓફિસ નજીક નિપજાવવામાં આવી હતી. આ કાનૂની જંગ લાંબો ચાલ્યો છે. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ તરીકે જમન ભંડેરી ઉપસ્થિત રહ્યા હતાં.
