Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ સ્થળોએથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી અને તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું દરમિયાન કાલાવડમાં તરખાટ મચાવનાર એક શખ્સને એલસીબી જામનગરે ઝડપી પાડ્યો છે અને કેટલાય ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે
એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળાને સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલ કે, અનીલ મેધજીભાઇ બામણીયા જે મૂળ દાહોદનો છે અને હાલ ખેતમજુરી રીનારી કાલાવડ ખાતે રહે છે તે કાલાવડમાં અલગ અલગ સ્થળે ચોરીમા સંડોવાયેલ હોવાની બાતમી આધારે કાલાવડના ધોરાજી રોડ મુકતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પકડી પાડી, રોકડ, રકમ, મોટર સાયકલ, મો.ફોન વિગેરે શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવ્યા છે.
ઝડપાયેલ ઇસમ જયારે ચોરી કરવા જતો ત્યારે સાથે સામેલ ઇસમોવિક્રમ ભાભોર, શૈલેષ ભાભોર અને કલ્પેશ આદિવાસીને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, આ તમામ આરોપીઓ કાલાવડ તાલુકામાં ખેત મજુરી કામ કરતા હોય,જેથી રાત્રી દરમ્યાન કાલાવડ તાલુકાના અલગ અલગ ગામના બંધ મકાન, કારખાના, દુકાનના શટ્ટર ઉંચકી લોખંડની કોસ, ગણેશીયો, ડીસમીસ પકડ વડે તોડી તેમજ ડુપ્લીકેટ ચાવીઓ સાથે રાખી ચોરીઓને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે,આરોપીઓએ કાલાવડ તાલુકાના કેબીનો, મકાનો, ગોડાઉન, સહિતના સ્થળોએ અલગ અલગ સમયે ચોરી તેમજ ચોરીના પ્રયાસો કરેલ હોવાનું ખુલ્યું છે.