Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વર્ષોથી ચર્ચાઓમાં છે. બીજી તરફ થોડા થોડા સમયના અંતરે આ ભરતીઓ મામલે સરકાર પર શિક્ષક સંઘો વગેરે દ્વારા દબાણ થતું રહે છે. આગામી ઓક્ટોબર માસ દરમિયાન આ માટેની ભરતીઓ શરૂ થશે અને વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.
સરકારની GSCRCની વેબસાઈટ પર જાહેર થયેલી વિગતો અનુસાર, આગામી 10 થી 21 ઓક્ટોબર દરમિયાન ઉમેદવારોએ શિક્ષણ સહાયકોની ભરતીઓ માટે ઓનલાઈન અરજીઓ આપવાની રહેશે. આ ભરતીઓ અંતર્ગત સરકારી શાળાઓમાં 1,608 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 2,484 શિક્ષણ સહાયકોની ભરતીઓ કરવામાં આવશે. વધુ વિગતવાર જાણકારીઓ માટે ઉમેદવારોએ આ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે જેમાં વયમર્યાદા સહિતની માહિતીઓ પ્રાપ્ત થશે.