Mysamachar.in-જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બે જીલ્લાઓ તેમજ મોરબી જીલ્લાના અમુક ગામો જેનો સમાવેશ જામનગર લોકસભા સીટમાં થાય છે તે તમામ વિસ્તારનું સાંસદ તરીકે સફળ પ્રતિનિધિત્વ કરતા લોકપ્રિય મહિલા સાંસદ પૂનમબેન માડમનો આજે જન્મદિવસ છે. એક જનપ્રતિનિધિ કેવા હોય તેનું ઉત્તમ ઉદાહરણ પૂનમબેન પૂરું પાડે છે, જામનગર સંસદીય મતક્ષેત્રના લોકોના નાનામાં નાના પ્રશ્નોને સાંભળી અને તેનો નિકાલ લાવવાની દિશામાં પૂનમબેન માડમ અને તેની ટીમ હંમેશા કાર્યરત રહ્યા છે. વધુમાં તેવો સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના માધ્યમથી જિલ્લાભરમાં સેવાકાર્યોની જ્યોત પણ જલાવી રહ્યા છે.
પ્રથમ વખત વર્ષ 2012 માં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવી અને જંગી લીડ મેળવનાર પૂનમબેન વર્ષ 2014માં લોકસભાની ચુંટણી લડ્યા હતા અને તેવો જંગી લીડ સાથે સાંસદ બન્યા હતા, જે બાદ વર્ષ 2019માં જયારે ફરી લોકસભાની ચુંટણી આવી ત્યારે પણ પૂનમબેન માડમે જંગી લીડ મેળવી અને તાજેતરમાં વર્ષ 2024ની લોકસભાની ચુંટણીમાં સતત ત્રીજી વખત જંગી મતો મેળવી સાંસદ બન્યા છે, અને હાલ તેમની સંસદસભ્ય તરીકેની ત્રીજી ટર્મ ચાલી રહી છે, આમ ટૂંકાગાળામાં તેવો ધારાસભ્ય અને સાંસદ એમ બન્ને કાર્યપ્રણાલીનો અનુભવ ધરાવે છે,
કોઇપણ કપરોકાળ જેમ કે વાવાઝોડાનું એલર્ટ, અતિવૃષ્ટિ, કોરોના કે પછી અન્ય કોઈ આફત પૂનમબેન માડમ સતત ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કોમાં રહી અને લોકોને કઈ રીતે મદદ પહોચાડી શકાય સુરક્ષિત રાખી શકાય તે માટેના સઘન પ્રયાસો કરતા રહ્યા હોવાના અનેક દાખલાઓ મૌજુદ છે.સમયાંતરે તેવો સંસદસત્રમાં પણ જામનગરને સ્પર્શતા પ્રશ્નો ઉઠાવતા રહે છે, તો લગત વિભાગોના કેન્દ્રીય મંત્રીઓના સતત સંપર્કોમાં રહી જામનગરની પોસ્ટ, રેલ્વેસુવિધા હોય કે પછી ઉડ્ડયન ક્ષેત્રની સુવિધા કે પછી વિશ્વપ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગના કોઈ પ્રશ્નો હોય તેના હકારાત્મક અને લોકહિતના પરિણામો પૂનમબેન લાવતા રહ્યા છે. આમ સતત લોકોની વચ્ચે રહી બન્ને જિલ્લાઓના ગામે-ગામનો પ્રવાસ કરી લોકો સાથે જીવંતસંપર્કો કેળવનાર લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમનો આજે જન્મદિવસ છે. ત્યારે સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર મોટીસંખ્યામાં શુભેચ્છકો દ્વારા સાંસદ પૂનમબેન માડમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આજે પણ તેવાઓએ પોતાના જન્મદિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે આયોજિત સેવા સપ્તાહના ભાગરૂપે ઉજવવાનું નક્કી કરી શહેરના ઓશવાળ સેન્ટર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરના માધ્યમથી કરી રહ્યા છે ત્યાં પણ લોકોનો બન્ને જિલ્લાઓમાંથી મોટો જમાવડો જોવા મળ્યો છે.(file image)