Mysamachar.in-અમદાવાદ:
ટ્રાફિક સંબંધિત કોઈ પણ નિયમના ભંગના કિસ્સાઓમાં અત્યાર સુધી એવી વ્યવસ્થાઓ હતી કે, ફોજદાર અથવા તેથી ઉપલી રેન્કના અધિકારીઓ જ વાહનચાલકોને દંડ કરી શકતા હતા. હવે સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો. સરકારના બંદર અને પરિવહન વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે અનુસાર હવે ASI અને હેડ કોન્સ્ટેબલ પણ ટ્રાફિક નિયમ ભંગ બદલ વાહનચાલકોને દંડ કરી શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ બાબતે અત્યાર સુધી લાકડાની તલવાર ચાલતી હતી. સામાન્ય પોલીસકર્મીઓ પણ શહેરોમાં ગમે ત્યાં ઉભા રહી જતાં અને વાહનચાલકોને દંડની પાવતી પકડાવી દેતા હતાં. ઉચ્ચ અધિકારીઓ પણ આ ધતિંગ ચાલવા દેતા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, આ નોટિફિકેશનના આધારે હવે શહેરોમાં ટ્રાફિક નિયમોના ભંગ સંબંધે ચેકિંગ કાર્યવાહીઓ મોટાં પ્રમાણમાં વધી શકે છે અને સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની દંડની રકમો ઠલવાશે.(file image)