Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના બેડી વિસ્તારમાં જામનગરના જાણીતા એડવોકેટ ’’એડવોકેટ હારૂન પલેજા’’ ખૂન કેસમા સરકારના કાયદા વિભાગે સ્પેશ્યલ પબ્લીક પ્રોસ્યુકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલ દેસાઇની નિમણુંક કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.13/03/2024 ના સાંજના સમયે જામનગરના બેડેશ્વર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે ’’એડવોકેટ હારૂન પલેજા ’’નું 13 ઇસમોએ કાવતરૂ રચી તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા નીપજાવેલ આ હત્યા બાદ જામનગર સહિતના રાજ્યના વકીલોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો
ત્યારે આ કેસની ગંભીરતાને જોતાસરકારના કાયદા વિભાગે આ કેસમા સિનીયર એડવોકેટ, બાહોશ, પ્રમાણિક, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ, સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરી છે, અનિલ દેસાઈ રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે
સીનીયર એડવોકે અનીલ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમા ખૂંખાર –કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલ છે. અનીલ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર કચ્છના મહત્વના જીલ્લાના જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ-ભુજ સહિતના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા તેવોની નિમણુક થઇ ચુકી છે.