Mysamachar.in-જામનગર:
શ્રાવણ માસ તો પૂર્ણ થયો પણ જુગારના દરોડાઓ જામનગરમાં હજુ પણ યથાવત છે, ઠેર ઠેરથી પોલીસ નાના મોટા જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડે છે, એવામાં ગત સાંજના સમયે સીટી એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ સ્કવોડએ મહિલાઓ જ્યાં જુગાર રમી રહી હતી ત્યાં દરોડો પાડ્યાની વિગતો સામે આવી છે.
જામનગર સીટી એ ડીવી પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. રવિરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજાને મળેલ બાતમી હકીકત આધારે જામનગર, ગુલાબનગર સત્યસાંઇનગર છેલ્લી શેરી મકાન નં-267/3 મા રહેતા ભાવિકાબેન અજયભાઇ શ્રીવાસ્તવ પોતાના કબ્જા ભોગવટા મકાનમા બહારથી મહીલાઓ બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા ત્યાંથી મહીલાઓને જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂ.52800 તથા મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ-80,000 તથા કુલ મુદામાલ કિ.રૂ.1,32,800 ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
કોણ કોણ ઝડપાયું….
-ભાવિકાબેન ઉર્ફે ભુમીબેન અજયભાઇ ગોવિંદભાઇ શ્રીવાસ્તવ રે.સત્યસાંઇનગર છેલ્લી શેરી
-રેખાબેન રમેશભાઇ જશુભાઇ વારા રહે. ગુલાબનગર સત્યસાઇનગર
-રાભીયાબેન જાહીદભાઇ ઇકબાલભાઇ કાદરી રહે. ગુલાબનગર નંદ કિશોર એપાર્ટમેન્ટ પાછળ આદિત્યપાર્ક શેરી નં-૩
-સવિતાબેન પ્રવિણભાઇ માંડણભાઇ મઢવી રહે. મોહનગર હાઉસીંગ આવાસ બિલ્ડીંગ
-યુક્તિબેન હિતેષભાઇ કરશનભાઇ ચૌહાણ રહે. વિક્ટોરીયા પુલ બારદાનવાલા કોમ્પલેક્ષ
-કુંદનબા ભરતસિંહ મોતીસિંહ જાડેજા રહે. ગુલાબનગર તાળીયા હનુમાનજીના મંદિર પાછળ
-કંચનબા મોતીસિંહ ભુપતસંગ જાડેજા રહે. ગુલાબનગરતાળીયા હનુમાનજીના મંદિર પાછળ જામનગર.
-રીટાબા ચંદ્રસિંહ નવલસિંહ જાડેજા રહે. ગુલાબનગર સીન્ડીકેટ સોસાયટી (symbolic image)