Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં ગત સપ્તાહે સતત ત્રણ દિવસ ભારે વરસાદ પડ્યો જેને લઈને કેટલાય વિસ્તારોમાં મોટી ખાના ખરાબી થઇ છે, ત્યારે પુર અસરગ્રસ્તોને રાહત સર્વેની કામગીરીમાં શિક્ષકોને પણ જોતરવામાં આવ્યા છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વધુ શિક્ષકોને ફરજ પર લેવાતા કામગીરી અટકાવવામાં આવી અંતે શિક્ષક સંઘની રજૂઆત મુજબ 20% સ્ટાફ લેવાયો .શિક્ષણ કાર્યની સાથોસાથ સર્વે ની કામગીરી ચાલુ રહે તેવી મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત કલેકટર અને કમિશનરે ગ્રાહ્ય રાખી હોવાનું નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા જણાવે છે,.

તેવોએ વધુમાં કહ્યું કે ગત સાંજે આ અંગેનો નવો ઓર્ડર કરી આપેલ. આ અંગે તારીખ 30 ને શુક્રવાર મોડી રાત્રે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજિત 250 શિક્ષકો અને આચાર્યોને સર્વે ની કામગીરીના આદેશ થયા હતા.આ બાબત ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને હોદેદારોએ સર્વેની કામગીરી ચાલુ નહિ કરવા શિક્ષકોને સૂચના કરતા કામગીરી અટકી પડી હતી. ત્યાર બાદ પ્રાંત અધિકારી, મામલતદાર, શાસનાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી દરેક કચેરીના સપ્રમાણ સ્ટાફને કામગીરીનો સુધારેલ આદેશ કરવામાં આવ્યો હતો.આમ શિક્ષક સંઘની રજૂઆત શિક્ષણના હિતમાં તેમજ શિક્ષકોના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવતા શિક્ષકો એ રાહતની લાગણી અનુભવી હતી.આજે 36 ટીમોમાં કુલ 280 જેટલા કર્મચારીઓ ફરજ પર જોડાયા છે.જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 20% સ્ટાફને ફરજ પર રાખી બાકીના સ્ટાફને શિક્ષણ કાર્ય માટે મુક્તિ આપવામાં આવી છે.આમ સર્વે ની કામગીરી સાથોસાથ શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે.