Mysamachar.in-જામનગર:
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, સરખામણીએ જો કે જોડીયા તાલુકામાં કાલે સામાન્ય વરસાદ પડ્યો, ધ્રોલનું લતીપુર 12 ઈંચ જેટલાં વરસાદ સાથે કાલે નંબર વન રહ્યું.
જામનગર તાલુકાના વસઈમાં 7.5 ઈંચ જેટલો વરસાદ, લાખાબાવળ 7 ઈંચ, મોટી બાણુંગારમાં 3.5 ઈંચ, ફલ્લા 3.25 ઈંચ, જામવણથલી અને મોટી ભલસાણમાં 9-9 ઈંચથી વધુ, અલિયાબાડામાં 6.25 ઈંચ અને દરેડમાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોડીયા તાલુકાના હડીયાણામાં 3.5 ઈંચ, બાલંભા તથા પીઠડમાં 3-3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ધ્રોલ તાલુકાના લતીપુરમાં 12 ઈંચ જેટલો, જાલીયાદેવાણીમાં 2.5 ઈંચ અને લૈયારામાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવામાં 3.5 ઈંચથી વધુ, ખરેડીમાં 8 ઈંચ જેટલો, મોટા વડાળામાં 6 ઈંચ, ભલસાણ બેરાજામાં 7 ઈંચ જેટલો, નવાગામમાં 5 ઈંચ જેટલો અને મોટા પાંચ દેવડામાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
જામજોધપુર તાલુકાના સમાણા, વાંસજાળીયા, ધ્રાફા અને પરડવામાં 7-7 ઈંચથી વધુ, શેઠ વડાળામાં 6.25 ઈંચ જેટલો, જામવાડીમાં 5.25 ઈંચ જેટલો અને ધૂનડામાં 4.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના પીપરટોડા, મોટા ખડબા અને ભણગોરમાં 4.25 થી 4.50 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. પડાણામાં 8.25 ઈંચ, મોડપરમાં 8 ઈંચ જેટલો અને હરીપરમાં 7.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
