• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો 244 ટકા વરસાદ: 86 ઈંચ વરસાદ સાથે ખંભાળિયા તાલુકો સમગ્ર રાજ્યમાં મોખરે

ઠેર ઠેર ખાનાખારાબીના દ્રશ્યો સર્જાયા વરસાદી વિરામની પ્રાર્થના કરતા નગરજનો

My Samachar by My Samachar
August 29, 2024
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો 244 ટકા વરસાદ: 86 ઈંચ વરસાદ સાથે ખંભાળિયા તાલુકો સમગ્ર રાજ્યમાં મોખરે
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ અવિરત મુકામ રાખીને જાણે પ્રકોપ પ્રદર્શિત કરી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. છેલ્લા ચાર દિવસના સમયગાળા દરમિયાન પવન અને વાઝડી સાથે ખંભાળિયા તાલુકામાં 38, ભાણવડ તાલુકામાં 26, કલ્યાણપુર તાલુકામાં 25 અને દ્વારકા તાલુકામાં 23 ઈંચ વરસાદ વરસી જતા સાર્વત્રિક હાલાકીનો માહોલ સર્જાઈ ગયો છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ દ્વારકા તાલુકામાં મોસમનો કુલ 355 ટકા સહિત જિલ્લામાં કુલ સરેરાશ 244 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેથી હવે જિલ્લાની જનતા મેઘરાજાને ખમૈયા કરે તેવી પ્રાર્થના કરે છે.

જન્માષ્ટમી પર્વના પ્રારંભથી જ મેઘરાજાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ આદરી અને રવિવારથી આજે ગુરુવારે બપોર સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો છે. જેમાં રવિવારે ખંભાળિયા તાલુકામાં 38 મી.મી. ( દોઢ ઈંચ) કલ્યાણપુરમાં 3, ભાણવડ તાલુકામાં 13 મી.મી. (અડધો ઈંચ) બાદ સોમવારે દ્વારકામાં 65 મી.મી. (અઢી ઈંચ), ખંભાળિયામાં 226 મી.મી. (9 ઈંચ), કલ્યાણપુર તાલુકામાં 79 મી.મી. (3 ઈંચ) અને ભાણવડ તાલુકામાં 65 મી.મી. (અઢી ઈંચ) વરસાદ વરસાવી દીધો હતો. આ પછી પણ મંગળવારે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં દ્વારકામાં 251 મી.મી. (10 ઈંચ), ખંભાળિયામાં 454 મી.મી (22 ઈંચ), કલ્યાણપુરમાં 260 મી.મી. (સાડા 10 ઈંચ) અને ભાણવડમાં 268 મી.મી. (સાડા દસ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાએ ગઈકાલે બુધવારે પણ પોતાની ધમાકેદાર બેટિંગ જારી રાખી અને બુધવારે દ્વારકામાં 215 મી.મી. (સાડા 8 ઈંચ), ખંભાળિયામાં 225 મી.મી. (9 ઈંચ), કલ્યાણપુરમાં 263 મી.મી. (સાડા 10 ઈંચ) અને ભાણવડમાં 295 મી.મી. (12 ઈંચ) વરસાદ પછી આજે સવારે પણ દ્વારકામાં 20 મી.મી., ખંભાળિયામાં 1, કલ્યાણપુરમાં 6 અને ભાણવડમાં 4 મીલીમીટર વરસાદ વરસી ગયો છે.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર દિવસના સમયગાળા દરમિયાન સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 38, ઈંચ, ભાણવડમાં 26, કલ્યાણપુરમાં 25 અને દ્વારકામાં 23 ઈંચ તોફાની વરસાદ વરસી ચુક્યો છે. આ પરિસ્થિતિ આજે સવારે પણ જારી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ દ્વારકામાં 81 ઈંચ (2017 મી.મી.) સાથે 355 ટકા, ખંભાળિયામાં ઈંચ (2126 મી.મી.) સાથે 242 ટકા, કલ્યાણપુર તાલુકામાં 78 ઈંચ (1943 મી.મી.) સાથે 218 ટકા અને ભાણવડમાં 57 ઈંચ (1420 મી.મી.) સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ 190 ટકા વરસી ગયો છે. આમ, જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 244 ટકા વરસી જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં આવેલા જળસ્ત્રોતોમાં વિપુલ માત્રામાં પાણી ઓવરફ્લો જઈ રહ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગોઠણ બુડ પાણી ભરાયા હોવાથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.

–રામનાથ પુલ પરથી ઇતિહાસમાં પ્રથમ વખત પાણી વહ્યા –

ખંભાળિયાના પાદરમાં આવેલા રામનાથ મંદિર નજીકના રામનાથ બ્રિજ પરથી ગઈકાલે ઇતિહાસમાં પ્રથમ વખત ઘોડાપુર જેવા પાણી વહ્યા હતા. ઘી ડેમ ઓવરફ્લો થતાં તેની વિશાળ જળરાશીના કારણે ઘી નદીમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. જેના પરિણામે રામનાથ બ્રિજ પરથી પાણી વહેવા લાગતા આવી ઘટના પ્રથમ વખત બની હતી. આ પછી આ તમામ પાણી આગળ ખામનાથ મહાદેવ મંદિર નજીકના ચેકડેમ પરથી ધોધમાર વહેવા લાગતા નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

– ઠેર ઠેર સેવા કાર્યો હાથ ધરાયા-

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી પવન સાથેના ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું હતું. જો કે આજરોજ ગુરુવારે સવારે કેટલીક બજારો ખુલી હતી અને જનજીવન ધબકતું થતાં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી હોવાનું જોવા મળ્યું હતું. આ અતિવૃષ્ટિના કારણે અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ ગરીબ વિસ્તારના લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા તેની વ્હારે સેવાભાવી સંગઠનો તેમજ કાર્યકરો પહોંચી ગયા હતા અને જરૂરિયાત મુજબ પાણી તેમજ ખોરાક મળે તે માટે વરસતા વરસાદે પણ વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં, અહીંના જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાની સીધી દેખરેખ હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા પણ ઠેર ઠેર રેસ્ક્યુ તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા.

– પીજીવીસીએલ તંત્રની કાબીલે દાદ કામગીરી –

છેલ્લા ચાર દિવસથી અવિરત રીતે તોફાની પવન તેમજ મુશળધાર વરસાદના કારણે ખંભાળિયામાં ઠેર ઠેર વૃક્ષો પડવા તેમજ થાંભલા પડવાના બનાવ બન્યા હતા. આ પરિસ્થિતિમાં વીજ પુરવઠો પણ ખોવાઈ જવાના બનાવો બન્યા હતા. તેમ છતાં પણ પીજીવીસીએલ ઈજનેર તેમજ તેમની ટીમ દ્વારા અવિરત સક્રિય બની અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. થોડા સમય પૂર્વે ફૂંકાયેલા બીપરજોય જેવા ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિ કરતા પણ હાલ કઠિન પરિસ્થિતિમાં પીજીવીસીએલ તંત્રની કામગીરી વખાણવા લાયક બની રહી હતી.

– ઇન્ટરનેટ, વોઇસ કોલિંગ સેવાઓ ઠપ્પ: લોકોમાં રોષ સાથે હાલાકી –

ભારે પવન તેમજ વરસાદના પગલે છેલ્લા બે દિવસ દરમિયાન જીઓ, એરટેલ, બી.એસ.એન.એલ. જેવી મોબાઈલ કંપનીની વોઇસ કોલિંગ તેમજ ઇન્ટરનેટ સુવિધાઓ ખોડંગાઈ ગઈ હતી. જેના કારણે લોકોની હાલતી બેવડાઈ હતી. આ વચ્ચે બ્રોડબેન્ડ, ઇન્ટરનેટ બંધ રહેતા બેન્કિંગ સેવાઓ પણ ખોવાઈ જતા વેપારીઓ-નગરનોને બેન્કિંગ વ્યવહાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

– ઘી ડેમમાં પાણી પુરવઠાની લાઈનો ધોવાઈ: પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ –

ઘી ડેમમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે પ્રથમ વખત ડેમ 7 ફૂટે ઓવફલો થયો હતો. ડેમમાંથી પાણીની તેજ આવકના કારણે નજીકથી પસાર થતી નગરપાલિકાની પાણીની લાઈનોનું ધોવાણ થયું હતું. જેના કારણે વ્યાપક નુકસાની વચ્ચે શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને પણ વ્યાપક અસર થવા પામી હતી અને બે દિવસથી પાણી વિતરણ થઈ શક્યું ન હતું.ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં હાલ અતિવૃષ્ટિ તેમજ લીલા દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, જેથી હવે લોકો મેઘરાજાને વિરામ રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

નોંધ: વરસાદના આ આંકડા રવિવારથી આજે ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીના છે.અહેવાલ અને ફોટો: કુંજન રાડિયા

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®