Mysamachar.in-જામનગર:
જામનગરમાં શ્રાવણી લોકમેળાઓ શરૂ ક્યારે થશે ? એ અંગે લાખો નગરજનો સહિતના લાખો હાલારીઓમાં ભારે ઉત્તેજના છે પરંતુ લોકમેળામાં રાઈડ્સનો મામલો પેચીદો હોય, હજુ લોકમેળો શરૂ થવા અંગે જો અને તો ની સ્થિતિ જોવા મળે છે. Mysamachar.in દ્વારા આજે બપોરે શહેર SDM પ્રશાંત પરમારનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ વાતચીતનો સૂર એવો રહ્યો કે,..
પ્રદર્શન મેદાન પરના લોકમેળામાં મોટી યાંત્રિક રાઈડ્સના ફાઉન્ડેશન વગેરેની પૂરતી ચકાસણીઓ બાદ રાઈડ્સ કમિટી દ્વારા અભિપ્રાય આવ્યા બાદ જ SDM કચેરી દ્વારા આ સંચાલકોને પર્ફોમન્સ લાયસન્સ આપવા અંગેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 6 રાઈડ્સ સંચાલકો દ્વારા જ SDM કચેરીમાં પર્ફોમન્સ લાયસન્સ માટેની માંગણી કરવામાં આવી છે પરંતુ જ્યાં સુધી ચકાસણીઓ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી પર્ફોમન્સ લાયસન્સ આપવા શક્ય નથી કેમ કે, સલામતી સુરક્ષાનો મુદ્દો મોટો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કલેક્ટર તંત્ર હસ્તકના રાજકોટ લોકમેળાઓમાં પણ ફાઉન્ડેશનનો મામલો બહુ વિવાદી બની ચૂક્યો છે. અને, એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગરમાં માત્ર પ્રદર્શન મેદાનના લોકમેળા અંગે જ તંત્રોની દોડધામ જોવા મળી રહી છે ત્યારે, નગરજનોમાં એ પણ ચર્ચાઓ છે કે, નદીના પટમાં આયોજિત લોકમેળા અંગે તંત્રો કશું વિચારી રહ્યા છે કે નહીં ?! (file image source:google)