Mysamachar.in-જામનગર:
આજના સમયમાં કોઈ પર આંધળો વિશ્વાસ કરતા પૂર્વે સાત વખત વિચારજો નહિતર પસ્તાવો અને પરેશાનીનો પાર નહિ રહે જામનગરમાં જ આવી એક ઘટના પોલીસ ફરિયાદ નોંધાતા સામે આવી છે જેમાં જામનગરના એક આસામીને પોતાને નવી કાર ખરીદવી હોય જેમાં એકાદ વર્ષનું વેઇટીંગ જે ટાળવા તેને અરવલ્લીમાં રહેતા એક ઇસમેં પોતાની ઓળખાણ ગાંધીનગર સુધી હોય તેવી શેખી મારીને કટકે કટકે લાખોની રકમ પડાવી લીધા બાદ ના પૈસા કે ના કાર આપી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યા સબબની ફરિયાદ નોંધાઈ છે તેની જાહેર થયેલ વિગતો એવી છે કે….
જામનગર શહેરના ગોકુલનગર નજીક રાજ રાજેશ્વરી સોસાયટીના રહેવાસી અને સોનીકામ કરતા પુરસોતમભાઈ કણજારિયાને આજથી બેક વર્ષ મહિન્દ્રા XUV-700 કાર લેવી હોય જે એકાદ વર્ષનુ વેઇટીંગ આવતુ હોવાથી તેનો ભેટો અરવલ્લી જીલ્લામાં વસવાટ કરતા હર્ષદ નટવરલાલ ચૌહાણ સાથે થયેલ અને તેણે ફરિયાદી પુરસોતમભાઈને કહેલ કે મારે ગાંધીનગર ઓળખાણ છે અને તમારી કાર હુ 15 દિવસમા અપાવી દઇશ તેમ વિશ્વાસમા લઇ હર્ષદે ફરિયાદી પુરસોતમભાઈ પાસેથી રૂપિયા-31,11,000 અલગ અલગ તારીખે સમયે મેળવી લીધા બાદ રૂપીયા કે કાર રૂપિયા માંગતા આરોપી જવાબ ન આપતા સમય કાઢતા આરોપી મોટર કાર કે પૈસા કાઈ પણ પરત ન આપતા ફરીયાદી સાથે છેતરપીડી વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાઈ છે.