Mysamachar.in-જામનગર
રાજ્યના હવામાન વિભાગને ટાંકીને આજે બપોરે 12:24 વાગ્યે સ્થાનિક સત્તાવાળાઓએ જાહેર કર્યું છે કે, આજે પહેલી જૂલાઈએ જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં પણ છૂટાંછવાયા સ્થળોએ ભારે વરસાદ ત્રાટકી શકે છે, આ આગાહી આજના આખા દિવસ માટે છે. આ અગાઉ બપોરના એક વાગ્યા સુધીની પણ વરસાદની આગાહીઓ હતી. આ નવી આગાહી કહે છે: સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ અને દક્ષિણ ગુજરાતના સુરત તથા વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.