Mysamachar.in: જામનગર
જામનગરની ન્યૂ સાધના કોલોનીના સંખ્યાબંધ રહેવાસીઓએ મ્યુ. કમિશનરને આવેદન આપી જણાવ્યું છે કે, હાલમાં અમારાં જર્જરિત મકાનોની પાડતોડ કરવામાં ન આવે, જો પાડતોડ કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે. સાધના કોલોની LIG 264માં હાઉસિંગ બોર્ડના અને કોર્પોરેશનના મકાનો જર્જરિત છે.

ઘણાં મહિનાઓથી રિડેવલપમેન્ટ પ્લાનની માત્ર વાતો ચાલે છે. ફલેટધારકો પોતાના ખર્ચે સમારકામ કરાવી લેશે. આ રહેવાસીઓને મકાનો ખાલી કરવાની ધમકી આપવામાં આવે છે. રહેવાસીઓ સરકારની રિડેવલપમેન્ટ પ્લાનની વાત સ્વીકારવા પણ તૈયાર છે.આ તમામ રહેવાસીઓએ આજે કમિશનરને આવેદન આપી પાડતોડ શરૂ ન કરવા જણાવ્યું છે, આમ છતાં પાડતોડ થશે તો રહેવાસીઓ વિરોધ કરશે એવી ચિમકી પણ આવેદનમાં આપવામાં આવી છે.
