Mysamachar.in: ગુજરાત
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી એક વખત વ્યાજદર યથાવત્ રાખ્યા છે. લોકોને આશા હતી કે, મોંઘવારીના આ સમયમાં લોનના વ્યાજદર અને EMI સસ્તાં થાય તો રાહત મળે. પરંતુ આમ થયું નથી. રિઝર્વ બેન્કે વધુ એક વખત વ્યાજદર યથાવત્ રાખવાની આજે જાહેરાત કરી.
રિઝર્વ બેન્કે સતત આઠમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેબ્રુઆરી-2023થી વ્યાજદર યથાવત્ છે. દરોમાં કોઈ જ ઘટાડો જાહેર કરવામાં આવ્યો નથી. મોનેટરી પોલિસી કમિટીના આ નિર્ણયની જાણકારીઓ આજે રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસે મીડિયાકર્મીઓને આપી છે. ગવર્નર કહે છે: મોંઘવારી વધતી અટકી ગઈ છે.





