Mysamachar.in: જામનગર
જામનગરમાં એક પોલીસકર્મીએ અંદાજે દોઢેક વર્ષ પૂર્વે એક વ્યક્તિ પાસેથી લાંચની માંગણી કરેલ પણ પોલીસકર્મીને શંકા જતા તે વખતે છટકું નિષ્ફળ થયું હતું પણ બાદમાં આ અંગેની એસીબી દ્વારા કરવામાં આવેલ જરૂરી તપાસ પુરાવાઓ અને એફએસએલ સહિતના રીપોર્ટને આધારે અંતે મહિનાઓ બાદ લાંચની માંગણી કરનાર પોલીસકર્મી સામે ગુન્હો દાખલ થતા જામનગર પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે,
આ અંગે એસીબીએ સતાવાર રીતે જાહેર કરેલ વિગતો એવી છે કે આ કેસમાં સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદી)નુ ઇકો વાહન દેવસુરભાઇ વીરાભાઇ સાગઠીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ, સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન, જામનગરએ ગત વિધાનસભા ચૂંટણી-2022 દરમ્યાન રીકવીઝીટ કરેલ, તે ઇકો વાહનના સરકારના ધારાધોરણ મુજબના કાયદેસરના મંજુર થયેલ બીલની રકમ સાહેદ(નિષ્ફળ છટકાના ફરીયાદી)ના પિતાના બેંક ખાતામાં જમા થતા આરોપીએ તે જમા થયેલ બીલની રકમ પેટે તા.09/03/2023 થી તા.17/03/2023 દરમ્યાન રૂ.6,000/- ની લાંચની માંગણી કરેલ જે રકમ તેવો આપવા માંગતા ન હોય તેઓએ તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પોલીસ મથક જામનગરને રૂબરૂ તા.18/03/2023 ના રોજ આપેલ ફરીયાદ અન્વયે લાંચનુ છટકુ ગોઠવતા સાહેદે દેવસુર સાગઠીયાનો છટકા દરમ્યાન સંપર્ક કરતા આરોપીને શક-વહેમ જતા સાહેદના કોલ રીસીવ કરેલ નહી જેથી લાંચનુ છટકુ નિષ્ફળ રહેતા તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર જામનગર એ.સી.બી. પોલીસ મથકમાં આ બાબતે નિષ્ફળ છટકું તા.22/03/2023 ના રોજ જાહેર કરેલ.
જે બાદ મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક એ.સી.બી. અમદાવાદના હુકમ અન્વયે કરવામાં આવેલ તપાસના અંતે આરોપી દેવસુર સાગઠીયાએ પોતાના અંગત ફાયદા માટે રૂા.6,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હોવાની હકીકતને તપાસ દરમ્યાન મેળવેલ એફ.એસ.એલ. ના પુરાવાઓ ઉપરથી સમર્થન મળેલ હોય, આરોપી પોલીસકર્મીએ પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ગેરવર્તણુક આચરી ગુન્હો કર્યા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.