Mysamachar.in:જામનગર:
જામનગર શહેરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખા સુધી પહોચી જ્યાં ટીમે દરોડો પાડી અને જુગાર રમી રહેલ ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, જામનગર એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પી.એસ.આઈ.આર.કે.કરમટા, તથા પી.એસ.આઈ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, કિશોરભાઇ પરમાર, કલ્પેશ મૈયડ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા વિકટોરીયા પુલ નીચે પતારીયા હનુમાનના મંદિરની સામે આવેલ જગદીશભાઈ લાભુભાઈ લાંબાની ગઢવી ટ્રાન્સપોર્ટની ઓફિસમા પહેલા માળે બહારથી માણસો ભેગા કરી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા મળી આવ્યા હતા, જ્યાં તમામ ઇસમોને રોકડ રૂ.1,25,350 તથા મોબાઇલ ફોન નં-8 કિ.રૂ.40,500 તથા એક કાર તથા પાંચ મો.સા.કિ.રૂ7,00,000 મળી કુલ કિ.રૂ.8,65,850 ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
-કોણ કોણ ઝડપાયું જુગારધામમાંથી….આ રહ્યા નામો
-જગદીશ લાભુભાઈ લાંબા ગઢવી રહે. ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટ જામનગર
-રમેશ લાભુભાઈ લાંબા ગઢવી રહે. ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટ જામનગર
-ફારૂક હુસેનભાઈ ઓડિયા રહે.લંઘા વાળનો ઢાળીયો જામનગર
-સંતોષ બિહારીલાલ પરિયાણી રહે, પંચવટી સોસાયટી જામનગર
-સુભાષ લીલારામભાઈ ચાવલિયા રહે. દિ. પ્લોટ-17 જામનગર
-જાવેદ આમદભાઈ માંઢાત રહે.નંદનવન સોસાયટી જામનગર
-મનોજ રાજપાલભાઈ ખેતવાણી રહે. શરૂ શેકશન રોડ જામનગર
-જેઠાનંદ ધનુમલભાઈ આલવાણી રહે. સાધના કોલોની જામનગર
-ફિરોજ હારૂનભાઈ ઓડિયા રહે. વાલબાઈ મસ્જિદ સામે શેરી નંબર-2