Mysamachar.in:કચ્છ:
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર સંબંધોની શરૂઆત અને પછી રિઅલ જિંદગીમાં ‘મોજમજા’ ના કિસ્સાઓ વધી રહ્યા છે, આવા મામલાઓમાં કોઈ એક સમય એવો પણ આવતો હોય છે કે, આવી મોજમજા કોઈ એક પાત્રને ભારે પણ પડી જતી હોય છે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરથી શરૂ થયેલાં બધાં જ સંબંધોનો એન્ડ હેપ્પી હોય એવું જરૂરી નથી. કેટલીક યુવતિઓ અને મહિલાઓ આજના જમાનામાં આવા સંબંધોને ‘બિઝનેસ’માં પણ તબદીલ કરી લેતી હોય છે. આવું એક કુંડાળુ જાહેર થઈ જતાં એક યુવતી ઝડપાઈ ગઈ છે. આ યુવતીનું નામ ફિઝા મીર છે.
મામલો કચ્છનો છે. માધાપરના બાપા દયાળુનગરમાં રહેતાં અને ભૂજ તાલુકાના સુખપુર ગામમાં આઇડિયલ સ્ટીલના નામથી ધંધો કરતાં 31 વર્ષના વેપારીને આ મામલામાં શિકાર બનાવવામાં આવેલો. ડીકેશપુરી ગોસ્વામી. તેની પોલીસ ફરિયાદ પરથી ફિઝાને ઝડપી લેવામાં આવી છે. આ યુવતી આ વેપારીને ખોટાં કેસમાં ફસાવી દેવા ધમકાવતી હતી. નાણાંની માંગ કરેલી. આ અગાઉ આ યુવતિએ વેપારી સાથે હોટેલમાં ‘મોજ’ માણી હતી.
આ વેપારીએ 19મી મે ના દિવસે ઈન્સ્ટાગ્રામ પર આ યુવતીનો વીડિયો જોઈ નાઈસ વીડિયો એવી કોમેન્ટ કરેલી. ત્યાંથી સંબંધની શરૂઆત થઈ. બાદમાં યુવતિએ વેપારીને કહ્યું: તું સાઉથના હીરો જેવો દેખાય છે. વેપારી તથા યુવતી વચ્ચે ફ્રેન્ડશિપ થઈ ગઈ. બાદમાં યુવતિએ કહ્યું: હું એક કામસર ગાંધીધામ આવું છું. માધાપરમાં મળીએ. બાદમાં થાર વાહન લઈ આ વેપારી યુવતીને લેવા માધાપર નવા બસ સ્ટેશન પર ગયો. બાદમાં યુવતિએ વાતચીતની કળા અજમાવી અને પછી બંને માધાપરમાં શિવમ્ પાર્ક સામે આવેલી હોટેલ ભગુજીમાં રૂમ નંબર 205માં રોકાઈ ગયા.
રૂમ નંબર 205માં શરીરસંબંધ બંધાયા બાદ યુવતિએ વેપારીને કહ્યું: મારો મિત્ર આવ્યો છે. નીચે મળી આવું. યુવતિ ગઈ, પછી અદ્રશ્ય થઈ ગઈ. બાદમાં વેપારીએ યુવતિને મેસેજ કરેલો, જવાબ ન આવ્યો, વેપારી પણ હોટેલ છોડી જતો રહ્યો. ગુરૂવારે વેપારીને યુવતિએ મેસેજ કર્યો: તેં મારી સાથે દુષ્કર્મ આચર્યું છે. મેં પોલીસમાં કેસ કર્યો છે. સમાધાન કરવું હોય તો, મને 6 લાખ રૂપિયા આપી દે નહિંતર પોલીસ તને શોધી લેશે. મેસેજ વાંચી વેપારી ગભરાયો. રૂપિયા પાંચ લાખમાં પતાવટની વાત કરી.
દરમિયાન, વેપારીએ મિત્ર ભાવિન સોનીની સલાહ લઈ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પોલીસે રાજકોટની ફિઝા વિરુદ્ધ ફરિયાદ નોંધી, માધાપરની એક હોટેલમાંથી આ યુવતીને શોધી કાઢી, અટકાયત કરી લીધી. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે.(symbolic image source_google)