Mysamachar.in-જામનગર:
જાણકારોના મત મુજબ આ વખતે અસહ્ય ગરમી પડતા વેંત રેગ્યુલર ઇન્ટરવલે મીની વાવાઝોડુ વરસાદની ઘટ તો ક્યાક વરસતી તબાહી ક્યાક માત્ર ભેજ વાદળા ગરમી ક્યાક ચોમાસામાય અંગ દઝાડતા તડકા અને હજુ બાકી રહેલ મે અને જુનમા દરિયાઇ તોફાનો સહિત કઇક ઉથલપાથલો સર્જાય તો નવાઇ નહી
પ્રકૃતિનો સ્વભાવ અવિરત વિકસવાનો છે પરીવર્તનનો છે સર્જનનો છે ત્યારે એ સ્વભાવ સાથે તાલ મીલાવીને પ્રગતિ થાય તો પ્રકૃતિની મહેર મળે છે તેની વિપરીત થાય તો પ્રકૃતિમા ખલેલ થાય છે આ ખલેલથી ઘણુ બધુ આ પૃથ્વી ઉપર થાય છે જે દરેકની દરેક લોકો સુધી ખબર ન પહોંચે પરંતુ ખાસ તો હવામાનના ફેરફાર વગેરે જોવા અને અનુભવવા મળે ત્યારે જરા અંદાજ તો આવે કે આ હાલ ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે તડકા ગમે ત્યારે ઠંડા પવન ગમે ત્યારે વાદળા ગમે ત્યારે ગાજવીજ આ બધુ શું છે…? આવી અનિયમીતતા જન આરોગ્ય ખેતી અન્ય વેપાર ધંધા ઉત્પાદન પરીવહન તેમજ પ્રવાસન સહિત દરેક ક્ષેત્રમા ખુબ માઠી અસર કરે છે થોડા વરસોથી આ પ્રતિકુળતા ચિંતાજનક રીતે વધતી જ રહી છે જેને નિષ્ણાંતો ગ્લોબલ વોર્મીંગ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કે લી નીનો અલ નીનો વગેરે ઘણુ કહે છે પણ ટુંકામા કુદરત ….નેચર ડીસ્ટર્બ છે,

આ તમામ વચ્ચે પ્રિમોન્સુનની તંત્રોની સ્ટીરીયો ટાઇપ વાર્તાને બદલે હવેની આપતિઓ નવી છે ભુકંપનો સીસ્મીક ઝોન ચાર છે દરીયાનુ પાણી વધુ ઉકળે છે ને સપાટી ઉપર આવતા અનેક જીવ કાંઠે આવવા લાગ્યા છે હીટની તીવ્રતા તો દર વરસે વધવાની તો…..ઘરની બહાર ન નીકળવુ….ને બદલે નીકળવુ પડે તો સાજા રહેવાના કેવી રીતે જવાનુ આકાશ સુર્ય વાદળા જોઇ કેવુ અનુમાન કરવુ કે કરાવવુ આવુ બધુ શીખવશો કે વીસ વરસથી જે વાત ફોરેસ્ટને પાણીપુરવઠા ને સિંચાઇને પુરવઠાને શાળાના ઓરડા અંગે તરવૈયા બોટ હોર્ડીંગ……એ બધુ તો પાકુ ન થય ગયુ? ઇ જ રેકર્ડ વગાડવાનીને તેમ છતા ધાર્યાથી વધુ નુકસાન તો ખરૂ જ ક્યાક ગટરો ઉભરાય ક્યાક પીવાના પાણીમાં ગટરનુ પાણી ભળે ક્યાંક ગંદો અનેક પ્રકારના વેસ્ટવાળુ પાણી વહેતુ જ જાય… આવા અનેક પડકારો છે જે વધશે માટે નવુ વિચારો…..પ્રજાને બતાવવા સરકાર કામ કરે છે તેવી મીટીંગોના લેખ છપાવવાની તાલાવેલી ન રાખો હજુ આચાર સંહિતા અમલી છે કરીને કહો કે અમે આ કર્યુ દરેક મીટીગ બાદ રીવ્યુ મીટીંગ હોવી જોઇએ નહીતર મીટીંગના રામરામ રીંગણાનો મતલબ નથી તેવી જ રીતે પ્રીમોન્સુન મીટીંગ બાદ રીવ્યુ કરો અરે પ્લાન પણ તૈયાર નથી હોતા કાં જુના હોય છે તો શા માટે એમા સમય શક્તિ વેડફો છો? સનદીઓ તો સમજશે ને?

અગાઉ ચોમાસાની મૌજ હતી હવે ભારે વરસાદથી બીક લાગે ફફડાટ ફેલાય છે કે પાણી ઘરમા આવ્યુ કે આવશે આવા સંજોગો પણ સર્જાય છે આ વખતે આવી જ અનિશ્ચિતતાઓનો ડર છે તંત્ર તૈયારીઓ કરશે પરંતુ દર વખતે ઘણુ છુટી જાય છે ભુલમાથી શીખવાનુ હોય “એરર એન્ડ કરેક્શન” નો અમલ કરવાનો હોય પરંતુ સ્ટીરીયો ટાઇપ તૈયારીઓમાં અમુક વિભાગ રહેતા હોઇ બેદરકારીઓ સામે આવતી રહેજ છે માટે આ વખતે વધુ વહેલી સજ્જતા માટે સરકારની સુચના મુજબ અન્યત્રની જેમ જામનગર જિલ્લા આપતિ નિયમન વિભાગએ રાબેતા મુજબ વાર્તા કરી લીધી છે ગ્રાઉન્ડ રીયાલિટી જુદી છે પહેલા તો ડેમ નદી કેનાલ તળાવ વગેરેના વહેણ વચ્ચે ના અવરોધ બધાજ દૂર કરો કરી શકશો? તો શું વાર્તા કરો છો?

જામનગર અંગે જોઇએ તો જામનગર કોર્પોરેશનનો 125 ચો.કી.મી. વિસ્તાર 7 લાખની વસ્તી 16 વોર્ડ 45 કીમી ની રણજીતસાગર ડેમથી નદી દરીયા સુધીની કેનાલો 700 કિમીના નાના મોટા રોડ 35 કિમી. નાનિ મોટી કેનાલ તેમજ સાડાપાંચસો વિસ્તારો મા ૭૦૦ થી 800 અને 1000 કરોડના બજેટ છતા સો ટકા પ્રાથમીક સુવિધા તો બે દાયકાથી વધુની ભાજપ શાસીત કોર્પોરેશન આપી શકી નથી છતાય રૂપકડા સુત્રો આપ્યા રાખે છે તેવામા ચોમાસા પુર્વે કરવાની થતી કામગીરીમા પણ દમ અને દિશા વગરની દેખાય છે અને માત્ર કેનાલ સફાઇ એ પણ અધકચરી થાય છે તેને કોર્પોરેશન પ્રિમોન્સુન કામ ગણે છે જ્યારે કલેક્ટરે જે સુચના આપશે કે જામનગર મનપા કુદરતી વહેણ અવરોધ દૂર કરવા ભયજનક બધુ જ સેફ સ્ટેજે લેવુ નોડલ ઓફીસર વોર્ડવાર નિમે તે પ્રમાણીત કરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરે વગેરે સુચનાઓ સો ટકા પાલન કરવા તાકીદ જરૂરી છે તેમ નિષ્ણાંતો માને છે
બીજી તરફ જ્યારે વરસાદ આવશે ને 3 થી 5 ઇચ વરસાદ પડશે ત્યાતો શહેરમા ઠેર ઠેર પાણી ભરાશે સાથે ગંદકી ભળશે લોકોના ઘરમાય પાણી ઘુસશે વગેરે યાતના થશે બીજી અનેક તકલીફો થશે છતાય દર વરસની જેમ કોર્પોરેશન ઠોસ સંકલીત સર્વાંગીને અસરકારક કામગીરી માટે એક્ટીવ થઇ દરેક સઘનપ ગલા નથી લેતુ એ સવાલ છે

જામનગર PGVCL જેના કાર્યક્ષેત્ર હેઠળ જામનગર અને દ્વારકા બે જિલ્લા આવે છે તેમા અર્થીંગ અને ટ્રાન્સફોર્મર ગાર્ડ તેમજ પ્રીમોન્સુન કામગીરીની તપાસ જરૂરી છે કેમકે હાલ હજુ વરસાદ શરૂ થયો ન હોવા છતા વીજ પુરવઠા મામલે લોકો હેરાન છે તેમજ લાઇનોમા શોર્ટ સરકીટ વાયર તુટવાના તણખા ઝરવાના બનાવ ટ્રાન્સફોર્મર બગાડવાના સહિત અનેક બનાવ બને છે ત્યારે કરોડોનુ ખર્ચ જે મેન્ટેનન્સ કે પ્રિમોન્સુન મા થયા બાદ પણ પરિસ્થિતિ નિયમીત નથી તે મામલે લોકો હેરાન થાય છે
તેમ છતા જામનગર પીજીવીસીએલ નો દાવો છે કે ચોમાસામા ખામી નથાય તે જોવાશે પરંતુ બંને જિલ્લામા હજુ સામાન્ય વરસાદમા પણ તકલીફો શરૂ થય ગય છે છતાય પી.જી.વી.સી.એલ.-જામનગર સર્કલએ જણાવ્યુ છે કે પ્રિમોન્સૂન માટે, આપણે પોલ લાઇન ટ્રાન્સફોર્મરને નડતા વૃક્ષો ડાળીઓ કાપવા, જમ્પિંગ વર્ક, ટી.સી. મેન્ટેનન્સ, ઢીલા ગાળાના કંડકટરો ફીટ કરવા તેમજ તેના સહિત સમગ્ર સીસ્ટમ વગેરેની જરૂરી લાઈન મેન્ટેનન્સ કરવાની, ટૂંકમાં, લાઈન મેઈન ટેનન્સી સાથે સંકળાયેલ કઇ કામગીરી જે ચોમાસા દરમિયાન ખામી સર્જી શકે છે તેવુ તમામ સરખુ કરવાનુ ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિઓ-પ્રિમોન્સુન હેઠળ આવરી લેવાયા છે પરંતુ બીજી તરફ થોડા વરસાદ મા પણ લોકો હાલાકી ભોગવે છે તેનુ શુ?
