Mysamachar.in:જામનગર:
જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા કરેલ કામગીરીનો સાપ્તાહિક અહેવાલ આજે સોમવારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાંથી કોઈ જ જગ્યાએ કાર્બાઈડથી કેરી ના પકવવામાં આવતી હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે, તો જાણીતા રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરવામાં આવતા કેટલીક ચોકાવનારી બાબતો પણ સામે આવી છે જે સ્વાદના રસિયાઓ માટે ચિંતાજનક પણ છે,
ટીમ દ્વારા દ્વારા અલગ અલગ વિસ્તારમાંમાંથી કુલ 6 ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે NDDB CALF LIMITED લેબોરેટરી આંણદ ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા બાદ આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તારમા આવેલ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળોએ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે, જો કે મનપાની ફૂડ શાખાના પ્રિન્ટેડ પસ્તી વપરાશ ના કરવાના નિયમોનો 5 % પણ અમલ થતો નથી તો અમલવારી ના કરનારાઓ સામે કાર્યવાહીઓ પણ નથી થતી તે પણ વાસ્તવિકતા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે નાગનાથ ગેઇટ નજીક આવેલ જય ભોલે રેસ્ટોરન્ટમાંથી 10 કિલો મંચુરિયન, 2 કિલો આટા, 1 કિલો બોઈલ શાકભાજી , 3 કિલો નૂડલ્સ, 5 કિલો સોસ નાશ કરાવેલ તો મહાપ્રભુજી બેઠક રોડ પર આવેલ રાજુભાઈ ઢોસાવાલા નામના રેસ્ટોરન્ટમાંથી 5 કિલો મંચુરિયન, ૩ કિલો ભાત , 4 કિલો નૂડલ્સ , 1 કિલો ડ્રેગન પોટેટો વાસી જણાતા નાશ કરાવેલ
તો હરિયા સ્કુલની બાજુમાં આવેલ મહાવીર કુલ્ફી આઈસક્રીમ ને સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા ઉપરાંત પંચેશ્વર ટાવર નજીક આવેલ કિશોર રગડાવાલા અને મહાલક્ષ્મી ચોક આવેલ દીનું મારાજ ભેલવારા નામની પેઢી લાયસન્સ ન ધરાવતી હોવાથી FSSAI- 2006 અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવેલ.

જયારે ઉનાળાની સીઝનને અનુલક્ષીને કેરીનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં રૂબરૂ ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ જેમાં એડલ્ટન્ટ તરીકે વપરાતું કેલ્શિયમ કાર્બાઇડ કોઈ જગ્યાએ મળી આવેલ નથી તેમજ તમામ ગોડાઉન માલિકોને પરમીટેડ ઇથીલીનના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂરી સાવચેતી રાખવા જણાવામાં આવેલ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, લોકો કહે છે કે શહેરની હદ ખુબ મોટી થઇ ચુકી હોય ત્યારે મનપાની ફૂડ શાખાએ અલગ અલગ વિસ્તારોમાં તપાસો કરવાની એટલા માટે જરૂર છે કે ત્યાં બેફામ ભેળસેળ ચાલતી હોય શકે છે. તેથી જો આવા નવા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે તો પણ લોકોના આરોગ્ય સાથે થતા ચેડા મહદઅંશે ઘટશે તેમ જાણકારો માને છે.

-મોટી હોટેલોમાં તપાસ ક્યારે..?
જામનગર શહેરમાં કેટલીય મોટા કદની હોટેલો આવેલ છે જે ગ્રાહકોને ભોજન નાસતો પીરસે છે તેના પણ સમયાંતરે ચેકિંગ થવા જોઈએ જે ક્યારેય તપાસમાં સામે આવતું નથી.