Mysamachar.in-પાટણ:
જો તમે પણ તમારા વ્યક્તિગત આધાર પુરાવાઓ કોઈને ભરોષો કરીને આપી રહ્યા છો તો ચેતી જજો, કારણ કે એવું પણ બને કે તમે જેને આધારો આપી રહ્યા છો તે વ્યક્તિ તમારી સાથે છેતરપીંડી કરી અને તમારી મુશીબતનો પાર ના રહે તો…આવું જ બન્યું છે એક ચા ની ટપરીવાળા સાથે જેને ઇન્કમટેક્સ વિભાગે 49 કરોડની નોટીસ મોકલતા આ ટપરી ચલાવનારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી બાદમાં તેને ખ્યાલ આવ્યો કે આ ગેમ કઈ રીતે રમાઈ તેથી તેણે હવે પોલીસની મદદ માગી છે,
પાટણ શહેરમાં ચાની લારી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા ચા વાળા યુવાનને 49 કરોડની ઈન્કમટેક્સની નોટિસ મળવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. પાટણ શહેરના નવાગંજ બજારમાં ચાની લારી ચલાવતા બનાસકાંઠાનાં ખેમરાજ દવેને 49 કરોડની નોટિસ તેના હોંશ ઉડી ગયા છે,
આજથી 10 વર્ષ અગાઉ ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા ગંજ બજારમા પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાની સહી વાળા આધારકાર્ડ ચુંટણીકાર્ડ ફોટા સહિતના વિવિધ ડોક્યુમેન્ટ આપ્યા હતા જોકે ગંજબજાર મા પેઢી ચલાવતા બન્ને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દૂરઉપયોગ કરી અલગ અલગ બેન્કમા ખાતા ખોલાવી કરોડોના રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર કર્યા હતા બંને પટેલ બંધુઓએ ખેમરાજ દવેના ડોક્યુમેન્ટ નો દુરુપયોગ કરી વિવિધ બેન્કોમાં ખાતા ખોલાવી તેમજ હવાલા મારફતે વહેવારો કર્યા હતા,
આ અંગની જાણ હવે દસ વર્ષ બાદ ખેમરાજ દવેને થઇ છે.. અને 49 કરોડ ઉપરાંતની ઇન્કમટેક્સની નોટિસ સામાન્ય ગરીબ ચા વાળા ખેમરાજ દવેને મળતા તેમની હાલત કફોડી બનવા પામી છે. ખેમરાજ દવેએ હાલ તો બંને આરોપી ઈસમ અલ્પેશ મણીલાલ પટેલ રહેઠાણ પાટણ તેમજ વિપુલ મણિલાલ પટેલ રહેઠાણ, ઊંઝા આ બંને ઇસમો સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
વર્ષ 2014 -15 અને વર્ષ 2015-16 માં અપ્રમાણસર કરોડો રૂપિયા નાણાંકીય લેવડ દેવડ કરી હોઈ જે અંગે વર્ષ 2023 અને ત્યાર બદ વર્ષ 2024 માં એમ બે વખત ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા ટેક્સ તેમજ પેનલ્ટી મળી કુળ રૂપિયા 49 કરોડની નોટિસ ખેમરાજભાઈને મોકલવામાં આવી હતી.