Mysamachar.in-જામનગર:
સમગ્ર ભારતમાં કોરોના બાદ કોણ જાણે તેજી ક્યારે આવશે તે સવાલ છે કેમકે વર્ષ 2020, 2021, 2022 તો કોરોના એ ધમરોળ્યા જેમાં કોઇના ઘરના મોભી કોઇના કંધોતર કોઇના વાત્સલ્ય મૂર્તિ કોઇની કોડભરી દિકરી તો કોઇના આશાભર્યા દીકરા ભોગ બન્યા બાદ પરીવારને કળ વળવાનુ ટાણુ થોડુક 2023મા આવ્યુ અને ગયા વરસે દિવાળી પણ જામી ત્યા જાણે તહેવાર પુરતુ લોકોએ થપાટે મોં લાલ રાખ્યા હોય તેમ ફરીથી મંદીએ જકડી લીધા છે
આ મંદી એટલે આમ તો અસ્થિરતા છે ધંધાની ઉદ્યોગની સેવાકીય ક્ષેત્રોની રીયલ એસ્ટેટની અરે ત્યા સુધી કે પ્લાન્ડ ઓપરેશન પણ ટાળી દેવાની વાતો જાણવા મળે છે, એટલા માટે કે એકંદર કોરોના એ જે લોકોની આંખ ઉઘાડીને ભડકો કરી દેતા લોકોએ જરૂરીયાત ઘટાડી નાંખી છે , એવરેજ માંગ ઘટતા ઉત્પાદનો ઘટી રહ્યા છે માટે રોજગારી પણ ઘટી છે,
શાળાઓ, દવાખાનાઓ, ક્લાસીસ, કન્સલ્ટેશન, જીમ તેમજ હેલ્થ સેન્ટર્સ, બાંધકામ, અરે…મોટા રીપેરીંગ, સુખ સુવિધા, બ્યુટી પાર્લરો, સલૂન, ફોનસર્વિસ, લાઇટસર્વિસ,ડોક્યુમેન્ટસ, લીગલસર્વિસ, ઉચ્ચઅભ્યાસ, વિદેશઅભ્યાસ, કોન્ટ્રાક્ટ કામ, ટુર ટ્રાવેલ્સ, ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી અરે જેટલા મરેજ થાય છે તેમાથી પચાશ ટકા સાદગીથી થવા મંડ્યા છે, આમ જરૂરીયાત સહિતમા લોકોની એવરેજ વધારાની માંગ દસ ટકા થી પંદર ટકા સામાન્ય રીતે વધતી હોય તેને બદલે આ મુળ એવરેજ જળવાતી તો નથી ઉપરથી કોને ખબર મોંઘવારી ઘૂસી ગઇ(હજુ જુન મહિનાથી તો પાણીની તીવ્ર તંગી વચ્ચે દરેક સેક્ટરમા ભાવ વધારો આવે જ છે જે નિષ્ણાંતોની અમુક સર્વેક્ષણ બાદ આગાહીઓ છે) નહી તો મુળ કિંમત ઉપર દસ બાર ટકા પ્રોફીટ વ્યાજબી પણ કહેવાય પરંતુ સરવાળે જે વળ છેડે હોય તેમ વેપારીઓ કરબોજ,માણસો ન મળવા,અમુક પ્રોડક્ટસની શોર્ટેજ,ઓછા ધંધા વગેરેને સરભર કરવા મનફાવે તેમ ભાવ વધારે છે જો કે સામે ખરીદ શક્તિ ઘટવાની જ છે તે દેખીતુ હોવાનુ બજાર નિષ્ણાંતો કહે છે
અગાઉ માર્ચ એપ્રીલ કે મે મહિનામા સીતેર ટકા જેટલા ઘરોમા એ….ય….ને ઘઉ વીણાતા હોય એરંડીયા દેવાતા હોય મરી મસાલા ખરીદાતા હોય કઠોળ ચોખા વગેરે વરસના ભરાતા હોય તેલના ડબા …..વ ખરીદાતા હોય……એ બધુ થય જાય ત્યા સ્કુલમા વેકેશન પડે એટલે એયને કાં તો કોઇના ઉચ્ચ અભ્યાસ મોટા શહેરોમા અભ્યાસની તપાસ થાતી હોય એડમીશન લેવાતા હોય તગડી ફી ભરાતી હોય…..વળી બીજી તરફ યાત્રા પ્રવાસ વગેરે થાતુ હોય ….. સગા વહાલાને ત્યા રોકાવા સૌ જતા હોય…પરંતુ હવે કામ વગર લોકો ઘરની બહાર પણ નથી જતા..
એકંદર “કેગ” મુજબ પંદર ટકાથી વધુ વસતી દાયકામા વધે તો દરેક ક્ષેત્રમાં ૨૦૧૪ કે ૨૦૧૫ પ્રમાણે એટલુ માણસ બધે જ દેખાવુ જોઇએ ને?? ના દેખાય છે તે તો સુખદુખ ભુલી ફરી લેવા નવા કપડા લેવા કે લગ્નપ્રસંગ આવતા હોય તો સાવ ફરજીયાત બધુ જ ખરીદવા કે મોજ શોખ મા માનનાર વર્ગ હોય છે એ સિવાયનો મોટો વર્ગ કામ કરી ઘરે આવે અમુક કામ શોધવા જાંવા મારે અમુક કંટાળીને બહાર નીકળે અમુક તો ખાલી બધુ જોવા જ જાય….લે…..!
એકંદરે લોકોની આવક સંતોષકારક નથી ને નાણા ખરચવાના ક્ષેત્ર વધ્યા છે ત્યારે આ સમગ્ર આંકલન વચ્ચે બે ટંક ફુલ ડીશ જમે તે ખરેખર અભિનંદનને પાત્ર છે તેવી કરૂણ સ્થિતિ છે, તેમ સોશ્યોલોજીસ્ટ દર્દ સાથે કહે છે અરે…..લોકોને પીવાનુ વાપરવાનુ ખેતીનુ ધંધા ઉદ્યોગ માટેનુ પુરતુ પાણી આખુ વરસ ન જ મળે ….ન જ મળે……એ આઝાદીના અમૃતકાળ વચ્ચે વેંચાતુ પાણી ગમે તેટલુ મળે …..લે બોલ…..કદાચ નવાઇ લાગશે કે પાણી-પર્યાવરણ-ખેતી લોકોની રોજગારીથી માંડી દેશના અર્થતંત્રના પાયા છે હવે એ જ હચમચી ગયા શું કરશો?? ચિંતાજનક રીતે વાતાવરણના હજુ અસહ્ય અને અણધાર્યા ફેરફાર વચ્ચે હજુય બધુ ડામાડોળ તો નહી થાય ને?? કાં તો કે પ્રકૃતિ જતન ન થાતા પ્રકૃતિ વિફરી છે ત્યારે મંદી મોંઘવારી બેરોજગારી વિકાસ ના બદલે રકાસ જ સહન કરવો પડે જ ને તેમ અમુક ખુબ અનુભવીઓના બોલ છે જે કદાચ ગમે નહિ પણ નરી વાસ્તવિકતા છે,.
-અર્થ શાસ્રીઓના અમુક તારણો
છેલ્લા ઘણા વખત થી સરકારી પ્રોજેક્ટ વિલંબથી ચાલે છે જરૂરી કામ પણ થાતા નથી મંજુર થયેલા પણ અટવાયેલા છે તો સરકારની ગ્રાંટો અનિયમિત થવા લાગી છે સરકાર ઉપર દેવુ વધતુ જાય છે જે તોતીંગ આકડા બતાવાય છે જીએસટીના બારલાખ કરોડ ,કે ચોવીસ લાખ કરોડ વગેરે વગેરે તે તો સરકારના પગાર બાબુઓની સુખ સુવિધા નેતાઓના પગાર સુવિધાઓમા પાણીની જેમ વપરાય જાય છે તેથી નવા પ્રોજેક્ટ ઝડપી કરવા નાણાની પ્રવાહિતા નથી અરે અમુક કિસ્સામા તો પુર્વીય પ્રાંતોમા નેશનલ હાઇવેના કામ ધમધમાટ ચાલતા હોય તો પશ્ચિમ પ્રદેશને ઠેંગો …..તેવુ જ રાજ્યોમાં થાય છે વળી સરકારી લેણા અબજો….અબજો…ના લેવાના વસુલવાના છે પણ તેમા ભર ભલામણો આવે અરે રેવન્યુ રીકવરીઓ હુકમ બાદ પણ નથી હતી તો વળી દંડ પેનલ્ટી વ્યાજ વગેરે સરકારે વસુલવામા નહી માત્ર મીટીંગ પુરતા રાખેલા આંકડા છે એ ક જ દાખલો કે વિજ વિભાગ કરોડાના દંડ કરી અંધી તુફાન મચાવે છે પછી?? કઇ નહી દંડ માનોકે વરસનો ૧૨૦૦ કરોડ તો વસુલાત ૧૨૦ કરોડ હોય છે એક કોર્પોરેટની……એકંદર નાણા ફરતા રાખવા વિકાસ કામો શરૂ રાખવા કજર્ચ કરવા વગેરેમાં સરકારી બ્રેક થી બજારમા નાણા નથી ફરતા રોજગારી નથી જળવાતી
-ખેતી પ્રધાન દેશ છે……..એ યાદ રાખજો
રાજકારણ એવુ ક્ષેત્ર છે જેમા કારણ વગર કઇ ન થાય અને સકારણ ઘણુ થાય…….ખેડૂત સદ્ધર હશે તો દેશ સદ્ધર થશે ને?? એ નાણા દરેક ક્ષેત્રમા ફરશે પરંતુ ખેડૂતોને પુછો તો સીતેર ટકા ખેડૂતને પોતાની મજુરી છૂટે છે એટલી વાવણી મોંઘી છે ઉપરથી વખતો વખત સિંચાઇનુ પાણી ન મળવુ ,ખેતીની જમીન ના સંપાદન વધવા, સમયની માંગ મુજબ ના ખેતીના પરીવર્તન ખેડૂતોને શીખવવાનો તંત્રનો અભાવ તેમજ પુરેપુરા પરીવારોને ખેતીમાટે રસ ન હોય જમીન ના કસ શોષાવા વગેરે અનેક કારણ સાથે બીયારણ મોંઘા જંતુનાશક મોંઘુ ખાતર મોંઘુ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ મજુરી મોંઘી…છેલ્લે ઉપજનો ભાવ આવે તો ઠીક ને ઉપરથી કમોસમી છાંટા વરસાદ પવન કાં તીવ્ર ગરમી બધુ જ ખેત ઉત્પાદનને અસર કરે છે,
-ચુંટણીમાં પણ નાણા ફર્યા નહી……ઇ એમ કેમ??
સામાન્ય રીતે ચુંટણી આવે એટલે ચા થી માંડી નાસ્તા જમણ મંડપ ફર્નિચર ઇંધણ વાહનો માણસો પ્રિન્ટીંગ જોબ વર્ક મોબાઇલ વિજળી પાણી વગેરે વપરાશ વધે ને ખર્ચા આમા તો રોકડા જ હોય એ પ્રથા અમલમા છે પરંતુ ગત વિધાનસભા ૨૦૨૨ મા અને લોકસભા ૨૦૨૪મા ગમે તે કારણ હોય લોકોની અપેક્ષા મુજબ નાણા ન ફર્યા કેમકે ઉમેદવારો એ બહુ આંખો વીચી ને ખર્ચ ન કર્યા અને જે ખર્ચ કર્યા એમાં કરકસર આવી નહીતર આખા દેશમા પાંચ હજાર કરોડ ફર્યા હોત તો ય ઘણાય જમવા ભેગા થાત ને અમુક માલપતિ પણ થાત..
બીજુ અગાઉની જેમ હવે મત ખરીદવા પણ નાણા ખર્ચાતા નથી અથવા જુજ ખર્ચાય છે અને વગ કે દબાણ થી મતનુ કમીટમેન્ટ મળતુ હોય તો શા માટે નાણા વાપરવા?? અને જેમની પાસે હજાર પાંચ હજાર દસ હજાર પચાસ હજાર લાખ વગેરે મત હોય તેને તો ખભે હાથ મુકી ને જ કહી દેવાનુ કે જોઇ લેજે નહીતર પછી પેલી “સંસ્થાઓ” ” નવો વેચાણવેરો” “ટાઉન પ્લાનીંગ એક્ટ” “માઇન્સ એન્ડ મીનરલ એક્ટસ” વગેરે અનેક કાયદા છે તો નાસ્તા મીઠાઇ જમણ ફુલહાર વાહનો વગેરે સેવા પણ મોટાભાગે હક થી લઈ લેવાય છે કાં તો કે “તમારા સગા દરોડા પાડે કે ડીટેઇન કરે કે, ભેળસેળ શોધે , ગેરકાયદે દબાણ તોડે..વગેરે વખતે ફોન તો “અમે” જ કરીએ છીએ……પણ ચુંટણીનો આ ટ્રેન્ડ નાણા પ્રવાહિતા ચિંતાજનક રીતે ઘટાડે છે , આમાં કોઇ કોઇ ને બાદ કરતા લાગઠ સૌ બે પાંદડે થાય નહી હો…..આ તો એક વાત છે બાકી વાસ્તવિકતા તો દિનો નાથ જાણે શું થાતુ હોય??