Mysamachar.in:જામનગર:
જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ ટેકસ રિબેટ યોજનામાં હવે માત્ર છેલ્લાં 15 દિવસો જ બાકી રહ્યા છે, આ એડવાન્સ ટેકસ રિબેટ યોજના અંતર્ગત મિલ્કતવેરા અને પાણીચાર્જ પર જામનગર મહાનગરપાલિકા 10 થી 25% સુધીનું રિબેટ-વળતર આપી રહી છે, આ યોજના તા.16/04/2024 થી શરૂ થયેલ હોય અને અત્યાર સુધીમાં કુલ 30784 લોકોએ યોજનાનો લાભ મેળવેલ હોય અને રકમ રૂા.19.76 કરોડ ભરપાઈ કરી અને રકમ રૂા. 02.14 કરોડ રિબેટ- વળતર પ્રાપ્ત કરેલ છે. આ યોજનાના છેલ્લાં 15 દિવસો જ બાકી હોય, તા.31/05/2024 સુધી જ અમલમાં હોય, જામનગર શહેરીજનોને એડવાન્સ મિલ્કત વેરા અને પાણી ચાર્જ (નાણાંકિય વર્ષ 2024-25) ભરપાઈ કરવા મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે,
ગ્રીનએનર્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે સને 2024/25 ના વર્ષ અગાઉ રહેણાંક મિલ્કતોમાં તથા બિન રહેણાંક મિલ્કતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઈનસ્ટોલ કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેકસના ધોરણે 5% ટેકસમાં વધારાનું રીબેટ આપવામાં આવશે. આ અંગેની વધુ જાણકારી માટે મિલ્કત વેરા શાખા તથા વોટર વર્કસ શાખા તથા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર સંપર્ક કરવો.
વધુમાં 2006 પહેલાંની રેન્ટ બેઈઝ મુજબ બાકી મિલ્કત વેરા / વોટર ચાર્જ પર 100 % વ્યાજ માફી યોજના અને 2006 પછીની કારપેટ બેઈઝ મુજબ બાકી મિલ્કત વેરા / વોટર ચાર્જ પર 50% વ્યાજ માફી યોજના ચાલુ હોય વ્યાજ માફી યોજનાનો લાભ પણ શહેરીજનો મેળવી શકે છે.
-મિલ્કત વેરા, વોટર ચાર્જ ક્યાં ક્યા ભરપાઈ કરી શકાય….?
>જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેકશન વિભાગ,
>ત્રણેય (શરૂ સેકશન રોડ, રણજીત નગર તથા ગુલાબ નગ૨) સીટી સિવક સેન્ટરો,
>જામનગર શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો – ઓપ. બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓ
> મોબાઈલ ટેકસ કલેકશન વેન
>મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર ઓનલાઈન પણ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરા ભુગતાન ૫૨ વધારાનું 2% (મહતમ રકમ રૂા.250) વળતર મળવાપાત્ર હોય, ઓનલાઈન વેરાઓ પણ ભરી શકાય છે, આમ શહેરીજનો ઓનલાઈન ઓફલાઈન જે રીતે ચાહે તે મુજબ વેરાઓ ભરપાઈ કરવા જામનગર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.