Mysamachar.in-જામનગર:
જામનગરમાં ચૂંટણીઓનો માહોલ ધીમે ધીમે ઘાટો રંગ પકડી રહ્યો છે, સેંકડો અને હજારો લોકો સાથે સંકળાયેલી સેવાભાવી સંસ્થાઓ પણ અને આ ટ્રસ્ટના માધ્યમથી સેંકડો પરિવારો બીજેપીના લોકસભાના ઉમેદવાર-સાંસદ પૂનમબેન માડમના જાહેર સમર્થનમાં આવી રહ્યા છે.
જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના તા.12-3-2015 ના રોજ કરવામાં આવી છે,આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવે છે જેમાં સમુહ લગ્ન, બહેનોને રાહત દરે સિલાઈ મશીન, વિધાર્થી સન્માન સમારોહ, ધોરણ 10 અને 12 વિધાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષા કીટ વિતરણ, કોમ્પિટિશન પરીક્ષા પરીક્ષાનુ ફ્રી માર્ગદર્શન બ્લડ કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ, આંખના કેમ્પ, ચિકનગુનીયા કેમ્પ, હોસ્પિટલના દર્દી, જરૂરીયાત સાધનની સહાય વિધાર્થીઓને રાહત દરે નોટબુક, મા અમૃતમ કાર્ડ કેમ્પ, આયુષ્માન કાર્ડના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ ,કોરાના કાળમા ફ્રી સેનીટાઈઝર વિસ્તરણ, વિધવા અને નિરાધાર બહેનો તેમજ જરૂરીયાતમંદ લોકોને રાશન કીટ, અબોલ પશુ પંખીઓને લાડવા, ધાસ ચારો અને ચણ વિતરણ તથા જરૂરીયાતમંદ લોકોને રાશન ચાલુ કરવાનો કેમ્પ, કોરોના વેકસીન કેમ્પ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવે છે ટ્રસ્ટ ના સ્થાપક પ્રમુખ સુભાષભાઈ બી. ગુજરાતી વર્તમાન પ્રમુખ જયેશ એન. કંટારીયા તેમજ મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન એસ. ગુજરાતી ની અધ્યક્ષતામાં ગત તારીખ 2/5/2024 ના દિવસે ટ્રસ્ટની જનરલ કારોબારીની મીટીંગ મળી હતી.જેમાં ટ્રસ્ટીઓ,કારોબારી સભ્ય અને સભ્યો મીટીંગમા ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં ટ્રસ્ટના નેજા હેઠળ 251જેટલા પરિવારોએ 12-જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને જાહેર સમર્થન આપ્યું છે, અને તેઓને આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો સર્વ સંમતિથી સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમ સ્થાપક સુભાષભાઈ ગુજરાતી પ્રમુખ જયેશભાઈ એન કંટારિયાની એક યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.