Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્ર ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન કાલે ગુરૂવારે જામનગર શહેરમાં હતાં. આ કાર્યક્રમ અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા અને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, એ પ્રકારના સંખ્યાબંધ અહેવાલો બાદ હવે એમ જાહેર થયું કે, વડાપ્રધાનની સુરક્ષા બંદોબસ્ત વ્યવસ્થામાં ઘણી બાબતોમાં લાપરવાહી રહી, આ બેદરકારીઓ રેકર્ડ પર આવતાં રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ દ્વારા સંબંધિત પોલીસ અધિકારી (સુરત DCP રાજદીપસિંહ નકુમ)ને નોટિસ આપવામાં આવી છે.
જામનગરમાં VVIP બંદોબસ્તના સુપરવિઝનની જવાબદારીઓ સુરતના આ અધિકારીને સોંપવામાં આવી હતી. આ અધિકારીએ સુપરવિઝન દરમિયાન બેદરકારીઓ દાખવી હતી. આથી નોટિસ આપવામાં આવી છે. રિહર્સલ દરમિયાન રોડ પર બંદોબસ્ત અને પોઈન્ટ બેરિકેડની બાબતોમાં બેદરકારીઓ સામે આવતાં IG એ લેખિત નોટિસ આપી છે.
IG અશોકકુમાર યાદવે જણાવ્યું છે કે, બીજી મે ના વડાપ્રધાનના આ તમામ કાર્યક્રમો દરમિયાનના બંદોબસ્ત અંગે સંબંધિત અધિકારીએ 30મી એપ્રિલના રોજ રિપોર્ટ આપવાનો થતો હતો. જેમાં આ અધિકારીને એરફોર્સ-વન, એરપોર્ટ બંદોબસ્ત ઉપરાંત એરપોર્ટથી સંતોષી માતાજી મંદિર સુધીના રોડ બંદોબસ્તની સુપરવિઝનની જવાબદારીઓ સોંપવામાં આવેલી. પરંતુ 1 મે ના રોજ વ્યવસ્થાઓ ચકાસવા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે, તૈયારીઓ યોગ્ય ન હતી. તૈયારીઓનું સુપરવિઝન યોગ્ય રીતે થયું નથી. જાહેર પોઈન્ટ પર અમુક જગ્યાએ બેરિકેડ પણ ન હતાં. ડીપ પોઈન્ટ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હતાં. પોલીસ સ્ટાફના કર્મચારીઓને બેરિકેડિંગ બહાર ઉભા રાખવામાં આવ્યા હતાં. નિયમ એવો છે કે, 70 ટકા સ્ટાફ બેરિકેડ અંદર અને 30 ટકા સ્ટાફ બેરિકેડ બહાર ઉભવો જોઈએ. અધિકારીએ આ સુપરવિઝન કર્યું ન હતું