Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં નોનવેજ પીરસતી કેટલીક રેકડીઓ અને તેમાં પણ ખાસ ઈંડાકરી બનાવતી રેકડીઓ પર અવારનવાર બાબલો સર્જાતી રહી છે, કારણ કે આવી રેકડીઓ પર કા માથાભારે ઈસમો અથવા તો પીધેલા વધુ ઉભા હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે, શહેરના શંકરટેકરી પાણાખાણ વિસ્તારમાં ઈંડાની રેકડી પર નાસ્તો કરવા બાબતે ગઈકાલે બે શખ્સોએ ધમાલ મચાવી હતી, અને રેકડી ચાલકના આંખમાં હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હોવા સંદર્ભેની ફરિયાદ થઇ છે જેમાં રેકડી ચાલકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
શહેરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા અને શંકરટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં ઈંડાકળીની રેકડી ચલાવતા પરસોત્તમભાઈ વાસુદેવભાઈ ચાંદ્રા નામના રેકડી ધારકે પોતાના ઉપર ઈંડા કરી બનાવવાના હાથાવાળી તાવડી પોતાના મોઢાના ભાગે હુમલો જયેશ પટેલ અને મુન્નાભાઈ પટેલ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બન્ને ઇસમોએ પોતાનો નાસ્તાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં વાર લાગવા બાબતે બંને શખ્સોએ તકરાર કરી હતી, અને રેકડી ચાલકને ઈંડા કરી બનાવવાની હાથા વાળી તાવડીનો હાથો ઉપાડીને મારતાં તેને આંખમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અગેની જાણ થતા સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને પરસોત્તમભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે જયેશ પટેલ અને મુન્ના પટેલ સામે ગુનો નોંધ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં એસટી નજીક ઈંડાકરીની લારીએ થયેલ બબાલ હત્યા સુધી પહોચી હતી તો રામેશ્વરનગર નજીક પણ બે ત્રણ વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.ત્યારે પોલીસે પણ સખ્તાઈથી કામ લેવાની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે.
(પ્રતીકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)