Mysamachar.in:જામનગર:
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામની સીમમાં થોડા દિવસો પૂર્વે તસ્કરોને પડકાર કરનાર એક યુવકની કોઈ ઈસમો હત્યા નીપજાવી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી હતી જે હત્યાની ઘટનાનો ભેદ જામનગર એલસીબીએ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે,
ફરીયાદી જગુભા ઉર્ફે જગતસિંહ નિમુભા જાડેજાના ભાઇ ભુપેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.40નું ગત તા.18 એપ્રિલના રાત્રીના સમયે અજાણ્યા બે ઇસમોએ કોઈપણ કારણોસર ત્રિક્ષણ હથિયાર વડે માથામા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા કરી, “મોમાઈ કુપા હોટલ” માથી તેમજ મરણજનાર ના કબ્જામાંથી રોકડ રૂપીયા 2200 ની લૂંટ ચલાવી, મોત નિપજાવેલ નો બનાવ જોડીયા પોલીસ મથકમાં નોંધાયેલ હતો, જે જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના ઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.એમ. લગારીયાના સીધા માર્ગદર્શનમાં એલ.સી.બી સ્ટાફના માણસો લૂંટ વીથ મર્ડરના આરોપી પકડી પાડવા દોડધામ કરતા હતા
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના માણસોને હકીકત મળી કે આ ગુન્હામાં સંડોવાયેલ અસલમ ફરીદભાઈ કકલ રહે.ધરારનગર-1 જામનગર અને જતીન અશોકભાઈ ભટ્ટી રહે. મચ્છરનગર જામનગર જે બન્ને જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર ધુંવાવ ગામ પાસે આવેલ હાઉસીંગ બોર્ડ પાસે રોડ ઉપર અન્ય ગુનાને અંજામ આપવા માટે મોટર સાયકલ લઇ ઉભા છે. તેવી હકિકત આધારે બન્ને ઇસમને પકડી પાડી તેના કબ્જામાથી લૂંટમાં ગયેલ 2200 તથા ગુનામા ઉપયોગ બાઈક GJ03-DC-5308 કિ.રૂ 20000 તથા મો.ફોન-02કિ.રૂ. 15000 નો તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ
ઝડપાયેલ બન્ને આરોપીની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા મરણજનાર ભુપેન્દ્રસિંહ જાડેજાની પાન ચા ની હોટલની બારી તોડી દુકાનમાં જતા મરણજનાર ભુપેન્દ્રસિંહ જાગી ગયા હોય તેમણે પડકાર કરતા ઝડપાયેલ બન્ને આરોપીઓએ મરણજનારને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ધા મારી ગંભીર ઇજાઓ કરી, મોત નિપજાવેલ હોવાની કબુલાત આપેલ, તેમજ જામનગર બે લૂંટને અંજામ આપેલ તથા ગુન્હામાં વપરાયેલ બાઈક રાજકોટ શહેરમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.
આ કાર્યવાહી એલીસીબી પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.કે.કરમટા, પીએસઆઈ પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ નાનજીભાઈ પટેલ દિલીપભાઇ તલવાડીયા, શરદભાઈ પરમાર, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઈ બારડ, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકિયા, રૂષિરાજસિંહ વાળા ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા તથા જોડીયા પોલીસ સ્ટેશનના બી.એલ.ઝાલા તથા રાઇટર સંજયભાઇ મકવાણા, હરેશભાઇ વાધેલા. રવિરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.