Mysamachar.in-જામનગર :
જામનગર કાલાવડ હાઈવે પર ગત રવિવાર ના રોજ સવારના સુમારે ખેતમજુરી કામ કરતા એક પરિવારની મહિલાએ પોતાના 9 માસના બાળક સહીત ત્રણ બાળકોને કુવામાં ફેંકી દઈ અને પોતે પણ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યાની ઘટનામાં પોલીસે પ્રથમ માતાએ તેના ત્રણ બાળકોને કુવામાં ફેંકી દઈ હત્યા નીપજાવી હોવાની કલમ હેઠળ મૃતક માતા સામે ગુન્હો નોંધ્યો હતો જે બાદ મૃતક મહિલાના પિતા દ્વારા તેના જમાઈ એટલે મૃતક મહિલાના પતિ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં દાખલ થયો છે.
આ ગુન્હાની જાહેર થયેલ વિગતો એવી છે કે મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં વસવાટ કરતા સેરૂભાઇ રડુભાઇ માવડાએ તેના જમાઈ કમલેશ જ્ઞાનસિંહ મિનાવા રહે.હાલ ધુતારપર ગામની સીમ દીનેશ જમનભાઇ કોટડીયાની વાડીએ, મુળ રહે.રણજીતગઢ ગામ તા.જોબઢ જી.અલીરાજપુર એમ.પી સામે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યું છે કે તેમની દીકરી ધનુબેન ઉર્ફ સંગીતાબેનને પોતાના લગ્ન જીવન દરમ્યાન આરોપી પતિ કમલેશ મીનાવા અવાર નવાર શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપતો હતો જેને કારણે સંગીતાબેન મરી જવા મજબુર થઇ જતા તેણીએ પ્રથમ પોતાના ત્રણ બાળકોને કુવામાં ફેંકી અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો છે જે અંગે મૃતક મહિલાના પિતાની ફરિયાદ પરથી પંચકોશી એ ડીવીઝન પોલીસે કલમ 306 અને 498 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.