Mysamachar.in-જામનગર:
જામનગરમાં આજે પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ થઇ ચર્ચાઓ પાછળનું કારણ એન્ટી કરપ્શન વિભાગે કરેલ ટ્રેપને લઈને થઇ રહી છે, જામનગર પોલીસ હેડ ક્વાર્ટરના અનાર્મ્ડ હેડ કોન્ટેબલને ફરજ બજાવતા પોલીસકર્મીએ પહેલા તો લાંચ સ્વરૂપે ઘઉં અને જીરૂની માંગણી કરી હતી જો કે બાદમાં રોકડા રૂપિયા 15,000 રોકડ આપવાનું નક્કી થતા લાંચ લેતા એસીબીને હાથે આ પોલીસકર્મી ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે, એસીબીએ આ અંગે જાહેર કરેલ વિગતો પર નજર કરવામાં આવે તો ,
જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અનાર્મ્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ બાદલ નિલેશભાઇ ચોટલીયાએ આ કેસમાં ફરિયાદીના સબંધીને પોલીસકર્મીએ અગાઉ દારૂની એક બોટલ સાથે પકડેલ જે અન્વયે આરોપી પોલીસકર્મી બાદલે ફરીયાદીને મળેલ અને કહેલ કે, તમારા સબંધીના કેસમાં વહીવટના રૂા.15,000 આપવા પડશે તેમ કહેતા ફરીયાદીએ પોતાની પાસે સગવડતા ન હોય તેવુ જણાવતા આરોપીએ તેના બદલે ઘઉં તથા જીરાની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ આરોપીને તમારી રીતે ઘઉં લઇ લેવા જણાવતા આરોપી પોલીસકર્મી બાદ્લે 15,000 ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા જે અન્વયે જામનગર એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ મોમાઈ હોટેલ, રામેશ્વર ચોક પાસે સ્વીકારતા ઝડપાઈ જતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.