Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને આ રીતે શહેરમાં ચોરીઓને અંજામ આપનાર ઈસમોને શોધવા કામે લાગી હતી જેમાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે, અને જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. એલસીબી પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ આર.કે.કરમટા, તથા પી.એસ.આઈ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા
દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળા તથા કાસમભાઈ બ્લોયને મળેલ હકિકત આધારે, જામનગર શહેર, ધ્રોલ, પડધરીમા એકાદ મહિનાના સમયગાળા દરમ્યાન રાત્રીના બંધ દુકાનો, ફર્નિચર શો રૂમ, ફાસ્ટફુડની દુકાનો, મકાનોના શટ્ટર,બારીના કાચ તોડી,ચોરીને અંજામ આપવામાં અગાઉ ધરફોડ ચોરીમાં પકડાયેલ આરોપી ભાણા ઉર્ફે ભાણીયો ઉર્ફે ભાવેશ ઉર્ફે સુરજ હિરાભાઇ ભાટી રહે. આદિપુર (કચ્છ) વાળો હાલ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસે છે તેવી હકિકત આધારે તેને ઝડપી પાડી તેના કબ્જામાથી ચોરી કરી મેળવેલ રોકડ રૂપીયા 01,07,600 કબ્જે લઇ સીટી સી ડીવીઝન પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.