Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકાધીશ ભગવાનના દર્શને આવતા પદયાત્રીઓ સાથે છેલ્લા કેટલાક દિવસોથી ધુળેટી પર્વે રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો.તીર્થનગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે શૃંગાર આરતી અને સાંજે સંધ્યા આરતીમાં ભગવાનના દર્શને આવતા ભક્તો સાથે રંગો ઉડાડી રંગોત્સવ મનાવવામાં આવે છે. તમામ ભક્તોને પૂજારી દ્વારા રંગો ઉડાડી ભરવામાં આવે છે. આ સિલસિલો ફૂલડોલ ઉત્સવ સુધી ચાલુ રાખવાની પરંપરા છે. આરતી દરમ્યાન ઢોલ નગારાના તાલે રંગે ચંગે ભાવીકો કલરથી રંગાઈને ધન્યતાનો અનુભવ કરે છે.
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. એક એસપી, છ ડીવાયએસપી 70 જેટલા પી.આઈ. અને પી.એસ.આઈ., તથા 1100 જેટલા પોલીસ જવાન, એસ.આર.પી., હોમગાર્ડ સહિતના જવાનો ખડેપગે રાખવામાં આવ્યા હતા. દરેક રસ્તાઓ પર ટ્રાફિક પોઇન્ટ સાથે અનેક રોડ રસ્તાઓને વેન-વે કરી, જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મંદિર અંદર અને બહાર સીસી કેમેરા સહીત ખાસ સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
દ્વારકા પદયાત્રીઓની સંખ્યા વધતી રહેતી હોય સમગ્ર દ્વારકા શહેરમાં માનવ કીડિયારું ઉભરાયું હતુ આ વખતે હોળી 24 તારીખે અને 25 તારીખે જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ બે વાગ્યા થી ચાર વાગ્યા દરમ્યાન ઉજવાયો. ભગવાનને છેલ્લા દિવસોથી સફેદ વાઘાના શૃંગાર થતા હોય ત્યારે આજ ફૂલડોલ ના દિવસે ચાંદી ની પિચકારીમાં કેસૂડાંના ફૂલનું પાણી અને અબીલ ગુલાલની છોળો ખેલૈયા સાથે ભગવાન અને પુજારીઓ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો.
દ્વારકામાં “ઉડે રે ગુલાલ”ના ગીતો સાથે ગલી ગલીમાં પદયાત્રીઓ ના સમૂહ ફાગણી પૂનમ અને ફૂલડોલ ઉત્સવમાં લાખોની સંખ્યાથી વધુ લોકો ધન્યતા અનુભવતા પોતાની પદયાત્રા પૂર્ણ કરી ભાવિકો રમ્યા રંગે કાના સંગ…દ્વારકાધીશ જગત મંદિરમાં સોમવારે ફુલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. અબીલ ગુલાલની છોડો વચ્ચે પૂજારીઓ અને ભાવિકો વચ્ચે ગુલાલની છોળો ઉડી હતી.
દ્વારકા જગત મંદિરમાં ગઈકાલે સોમવારે ફૂલડોલ ઉત્સવની પરંપરાગત ઉજવણી કરાઈ હતી. જેમાં ભાવિકો, સ્થાનિકો પદયાત્રીઓ અને પૂજારીઓએ મંદિર પરિસરમાં ઇન્દ્રધનુષી રંગોની હોળી ખેલી, અનેરી મોજ માણી હતી. સોમવારે બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી સાથે જ ભગવાન દ્વારકાધીશ મંદિરમાં ઢોલ નગારા સાથે શ્રીજીની બંને બાજુઓ પર રંગો અને ચાંદીની પિચકારી ધરાવવામાં આવી હતી. ભક્તો જાણે કે ભગવાન સાથે રંગે રમ્યાનો ભાવ તમામ ભાવિકોમાં નજરે ચડ્યો હતો. દ્વારકાધીશ જગત મંદિરનું પ્રાંગણ અબીલ ગુલાલની છોળોથી ભરાઇ ગયું હતું. ભાવિકો સાથે પ્રવાસીઓ સહેલાણીઓએ સોમવારે વિવિધ રંગે રમી, ફૂલડોલના આ અલભ્ય દર્શનનો લાભ લીધો હતો. તેમાં પણ ખાસ કરીને દ્વારકાવાસીઓ પણ આ ઉત્સવની ઉજવણીમાં પોલીસ સુરક્ષા કર્મીઓ પણ રંગે રમ્યાં હતા. સાથે સાથે ડયુટી સાથે ભક્તિના માહોલમાં રમી, ફરજ પણ નિભાવી હતી.
આ ઉત્સવમાં દ્વારકા જિલ્લા એસ.પી. નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ પોતાની પોલીસ ટીમ સાથે ભગવાન કાળીયા ઠાકોર સંગ રંગે રંગાયા હતા. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચનાનું અનુસરણ કરીને છેલ્લા કેટલાક દિવસોથી અડીખમ સેવા બજાવનાર સુરક્ષા જવાનોને ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ બિરદાવ્યા હતા. આ દિવસોમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ તેમજ શ્રદ્ધાળુઓએ દર્શન તથા ઉત્સવનો અલભ્ય લાભ લીધો હતો. જેમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. દ્વારકા સાથે બેટ દ્વારકામાં પણ હકડેઠઠ શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે તંત્રના સુચારૂ આયોજન સાથે દરરોજ હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા