Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીની છેડતી કરતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દ્વારકામાં રહેતા અને એસ.ટી. વિભાગના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ હાથીયા દ્વારા ગઈકાલે સોમવાર તારીખ 18 ના રોજ સવારના સમયે એક મહિલા કર્મચારીની આબરૂ લેવાના ઈરાદાથી તેણીનો હાથ પકડી, તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી. જે અંગે મહિલા કર્મચારીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ મથકમાં દેવાભાઈ હાથીયા સામે આઈપીસી કલમ 354 મુજબ ગુનો નોંધાયો છે. જે પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.