Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં હથિયાર પરવાના ધરાવતા કેટલાય લોકો હોય છે જેને આત્મરક્ષણથી માંડીને પાક રક્ષણ, સિક્યુરીટી સર્વિસ સહિતના જુદા જુદા કારણોને લઈને હથિયારના પરવાનાઓ ઇસ્યુ કરવામાં આવતા હોય છે, આવા પરવાનાઓને લઈને કેટલીક વિગતો વિધાનસભામાં સામે આવી છે,
આવા પરવાના મેળવવા માટે પોલીસનો પણ અભિપ્રાય પણ જરૂરી હોય છે પણ વિગતો એવી છે કે પોલીસ ભલામણ ન હોવા છતાં કલેક્ટર દ્વારા અપાયેલા પરવાનામાં છેલ્લા ત્રણ વર્ષમાં મોરબી સૌથી મોખરે રહ્યું છે. ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં કલેકટરની ભલામણથી પરવાનાની સંખ્યા 319 છે. મોરબીમાં 91 પરવાના કલેકટરની ભલામણથી અપાયા છે. તો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં ગન રિવોલ્વરના પરવાનાની સંખ્યા રાજ્યમાં 2213 પહોંચી છે.
સ્વરક્ષણ માટે ગન રિવોલ્વરના પરવાના આપવાની સરકારના નિયમ અનુસારની જોગવાઈ છે. જેમાં કલેક્ટર કે મેજિસ્ટ્રેટની કચેરીમાં અરજી કરવાની હોય છે. જે તે વ્યક્તિ માંગણી કરે તેમાં પોલીસ તંત્ર પણ તે વ્યક્તિ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં અને હથિયાર સાચવી શકે તેમ છે કે નહીં તેની ચકાસણી અને ભલામણ કરવાની હોય છે લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા વિવિધ પુરાવાને તપાસના આધારે નિર્ણય કરતી હોય છે. તેમ છતાં જો પોલીસની ભલામણ ન હોય તો પણ અરજદારને સ્વરક્ષણના હેતુથી હથિયારની માંગણીનું કારણ વ્યાજબી જણાય તો પરવાનો આપવાની સત્તા જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નર પાસે છે.
તાજેતરમાં વિધાનસભાના સત્ર દરમિયાન જાહેર થયેલી વિગતો મુજબ મોરબી જિલ્લામાં પોલીસ ભલામણ ન હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કલેક્ટર દ્વારા અપાયેલા પરવાનામાં સૌથી મોખરે રહ્યું છે 91 પરવાના કલેકટરની ભલામણથી આપવામાં આવ્યા છે.
વિધાનસભામાં જાહેર થયા આંકડા મુજબ પોલીસ ભલામણ ન હોય અને કલેકટર દ્વારા અપાયેલા પરવાનાની વિગત મુજબ મોરબીમાં 91, જૂનાગઢમાં 80, અમદાવાદમાં 34, ખેડામાં 3, ગાંધીનગરમાં 14, છોટાઉદેપુરમાં 3, જામનગરમાં 1, દાહોદમાં 2, પાટણમાં 18, પોરબંદરમાં 13, બનાસકાંઠામાં 8, બોટાદમાં 3, ભાવનગરમાં 1, મહીસાગરમાં 3, રાજકોટ શહેરમાં 7 રાજકોટ જિલ્લામાં 1, વડોદરા શહેરમાં 14, વલસાડમાં 3, સુરત શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 4 અને સુરેન્દ્રનગરમાં 12 પરવાના પોલીસ ભલામણ ન હોય અને કલેક્ટર દ્વારા અપાયેલા છે.
જ્યારે વર્ષ 2020થી 2023 સુધી ગન રિવોલ્વરના કુલ પરવાનાની વિગતોમાં રાજકોટ ખાતે 356, અમદાવાદ શહેરમાં 352, ગાંધીનગર 214, જુનાગઢ 133, અમદાવાદ જિલ્લો 63, અમરેલી 37, કચ્છ ભુજ 80, છોટાઉદેપુર સાત જામનગર 81, દાહોદ 202, વડોદરા શહેર 130, વડોદરા ગ્રામ્ય 19, સુરત શહેર 218, સુરત જિલ્લો 24, સુરેન્દ્રનગર 125, મહેસાણા 86 અને ખેડા નડિયાદમાં 33 પરવાના આપવામાં આવ્યા છે.