Mysamachar.in-
આજના સમયમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે, પણ હદ તો ત્યારે થઇ ગઈ કહેવાય કે અમુક ઈસમો માતાજીના મંદિર ટ્રસ્ટ સાથે છેતરપીંડી કરતા પણ ના વિચારે…હા આવો જ કિસ્સો જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામે આવેલ કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા માતાજીના મંદિર ટ્રસ્ટ સાથે બનતા મંદિરના કારોબારી સભ્યએ આ અંગે 6 ઈસમો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગેની નોંધાવેલ ફરિયાદમાં સામે આવે છે કે…
ભરતભાઇ ગોવિંદભાઇ માકડીયા જેવો આ કેસમાં ફરિયાદી છે તેવો સીદસર મંદિર કારોબારી સભ્ય તરીકે સેવા આપે છે તેવોએ ભરતભાઇ રણછોડભાઇ કણસાગરા રે. બાપાસીતારામ ચોક રાજકોટ તથા તેની સાથે ના અજાણ્યા ચાર પુરૂષ અને એક સ્ત્રી મળી કુલ છ ઇસમો સામે આ મંદિરમા તમામ ઇસમોએ એકસંપ કરી આવી પોતાને સોનાનુ દાન કરી ધ્વજા ચડાવવાની હોવાનુ જણાવી સોનાની હુંડી નંગ 82 મંદિર ટ્રસ્ટ પાસે પુજા માટે મેળવી પુજા થયા બાદ હુંડી મંદિર સંસ્થાને પાછી આપવાનો વિશ્વાસ આપી અને આરોપીઓ રૂ.2500000/- ચેક લખી આપવાનો વિશ્વાસ આપી અને મંદિરની એક હુંડી સોનાની 3.5 ગ્રામ વજનની કુલ 82 નંગ સોનાની હુંડીનુ કુલ વજન 287 ગ્રામ વજન જેની આજના બજાર ભાવ 10 ગ્રામ વજનની કી.રૂ.64000- લેખે કુલ રૂ.18,36,800 ની લઈ જઈ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર સાથે તમામ ઇસમોએ એકસંપ કરી સંસ્થા સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ જાહેર થઇ છે.