Mysamachar.in-ગુજરાત:
સુરક્ષા, બચત અને વ્યાજ આવક તેમજ ટેકસછૂટ જેવા કારણોથી લાખો લોકો જિવનવીમો લેતાં હોય છે અને આ પ્રકારના વીમાની પોલિસી લેવામાં ગુજરાતના લોકોએ ખૂબ રસ લીધો પરંતુ હવે ગુજરાતને જિવનવીમો લેવામાં રસ ઘટી ગયો છે, હવે વીમા પકાવવા પણ અઘરાં થઈ રહ્યા છે, બીજી તરફ પાછલાં 9 વર્ષમાં વ્યક્તિગત જિવનવીમા પ્રીમિયમની કિંમત 4 ગણી થઈ ગઈ છે, જે પણ એક કારણ છે.
દેશમાં પાછલાં 9 વર્ષમાં આ પ્રકારની વીમા પોલિસી ખરીદનારાઓની સંખ્યાામાં30 ટકાનો જબરો ઘટાડો નોંધાયો છે. અને, ગુજરાતમાં આ ઘટાડો 44 ટકા થયો છે. ગુજરાતમાં લોકોને શેરબજાર રમવામાં વધુ રસ પડે છે. આખા દેશની વસતિમાંથી માત્ર 2.84 કરોડ લોકોએ વર્ષ 2022-23 માં જિવનવીમો લીધો. ગુજરાતમાં આ આંકડો માત્ર 13.75 લાખ ગ્રાહકનો છે. LICની સરખામણીએ વીમા પ્રીમિયમ મેળવવામાં ખાનગી વીમા કંપનીઓ 3 ગણી આગળ છે. જો કે, LICની પ્રીમિયમ આવક પાછલાં 9 વર્ષમાં બમણી થઈ છે.





