Mysamachar.in-ગાંધીનગર:
કેટલાક ગુન્હાઓ એવા હોય છે બની ચુક્યા બાદ કલાકો સુધી ગુન્હાના સ્થળ પર પહોચતી ના હોવાની બાબતો સામે આવતી રાહ છે, ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિવિધ પ્રશ્નોતરી પર રાજ્ય સરકારના મંત્રીઓ જવાબ આપી રહ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જનતાની સુરક્ષા વિશે ગૃહમાં વાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માત્ર એક ફોનથી પોલીસ તાત્કાલિક પહોંચશે. પોલીસનો ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારની સ્પેશ્યલ એક્શન ફોર્સ SAFની રચના કરાશે. આ સિવાય રાજ્ય સરકાર નવી ફોર્સ ઉભી કરશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા… હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે.આમ હવે પોલીસ ટાઈમ ટુ ટાઈમ પહોચશે તેવો દાવો તો ગૃહમાં કરવામાં આવ્યો છે.પણ તેનું પરિણામ કેટલું મળે છે તે જોવાનું છે.