Mysamachar.in-જામનગર:
જામનગર નજીક મહાકાય રીફાઈનરીઓ આવેલ છે અને ત્યાંથી પેટ્રોલ અને ડીઝલ સહીત અન્ય કેમિકલો છે તે ટેન્કરોમાં ભરાઈ અને અન્ય જીલ્લાઓ અને રાજ્યોમાં સપ્લાય થવા માટે જાય છે, પણ છેલ્લા કેટલાક સમયથી વારંવાર પોલીસ જે રીતે સામે લાવે છે તે રીતે પેટ્રોલ અને ડીઝલ ભરેલ ટેન્કરોમાંથી બારોબાર માલ કાઢી લેવાનું કારસ્તાન વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે… અને તેમાં પણ ડ્રાઈવરો અને કલીનરોની સંડોવણીઓ વધુ સામે આવી રહી છે. આવું જ વધુ એક પેટ્રોલ ડીઝલ બારોબાર કરવાનું કૌભાંડ ધ્રોલ પોલીસે ઝડપી પાડ્યું છે,
જેની જાહેર થયેલ વિગતો એવી છે કે લૈયારા ગામના પાટીયાથી આગળ સોમનાથ હોટલની સામે સીમમા જવાના રસ્તા પર દિપક ઉર્ફે દિનેશભાઇ રાજુભાઇ માનસુરીયા ધંધો:-ડ્રાઈવીંગ હાલ રહે,ગોકુલપુરી મારૂતીનગર સીક્કા તથા રમેશ ઉર્ફે ભરતભાઇ વાલજીભાઇ બેડીયા રહે.જાળીયા માનસર ગામ તા.ધ્રોલ જી.જામનગર આ બન્ને ઇસમો જાહેરમાં આગ અથવા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડિઝલ ભરેલ ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડિઝલ કાઢવાનુ ક્રુત્ય કરી, ડીઝલ ભરેલ પ્લાસ્ટીકના કેન નંગ-4 કુલ કિ.રૂ.5980 તથા પેટ્રોલ ભરેલ પ્લાસ્ટીકના કેન નંગ- 4 કુલ કિ.રૂ. 5760 તથા પેટ્રોલ-ડીઝલ ભરેલ એક ટેન્કર જે ટેન્કરની પેટ્રોલ-ડિઝલ સહિત કુલ કિ.રૂ. 24,15,422 તથા ફોર વ્હીલર ગાડીની કિ.રૂ. આશરે 1,50,000 કુલ કિ.રૂ. 25,85,362 ના મુદ્દામાલ સાથે મળી આવી એક્બીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
(તસ્વીર પ્રતિકાત્મક છે)