Mysamachar.in-અમદાવાદ:
ઋતુઓમાં અચાનક પલટા અને ઋતુ પરિવર્તન એક પ્રકારનું કાળચક્ર છે, જેનાથી આપણે સૌએ ટેવાઈ જવાની કળા શીખી લેવી પડે. આગામી કેટલાંક દિવસો માટે ઋતુ કેવી રહેશે ? એ અંગે હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું છે.રાજ્યનો હવામાન વિભાગ કહે છે: આગામી પાંચ દિવસ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. વહેલી સવારે તથા સવારે આઠેક વાગ્યા સુધી, રાજ્યમાં વાતાવરણ ધુમ્મસનું રહી શકે છે. અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. પવનની દિશા હાલ બદલાઈ રહી હોય, સવારે ઠંડી અને બપોરે ગરમી એમ દિવસ દરમિયાન બે ઋતુનો અહેસાસ થઈ શકે છે.બપોર બાદ પણ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. જેને કારણે બપોર બાદ પણ ગરમીનો અહેસાસ થઈ શકે. એકંદરે આ પાંચ દિવસ દરમિયાન, રાજ્યના મોટાભાગના શહેરો અને અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી વધુ રહી શકે છે.