Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાતમાં દારૂબંધી છે તે વાત જગજાહેર છે છતાં પણ દારુ વેચનારાઓ કોઈ ને કોઈ યુક્તિ પ્રયુક્તિઓ અજમાવી અને દારુ અન્ય રાજ્યોમાંથી ઘુસાડી દે છે અને તે પીનારાઓ સુધી પહોચી પણ જાય છે, એવામાં દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાંચને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે,
આ અંગેની વિસ્તૃત વિગતો આપતા દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલે કહ્યું કે એસ.પી.નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શનમાં અમારી ટીમે દારૂનો જંગી જથ્થો જે જીલ્લામાં કટિંગ થવાનો હતો તેને ઝડપી પાડ્યો છે, પંજાબથી દારૂની 1100 પેટી એટલે કે 13000 બોટલ પોલીસને શંકા ના જાય તે માટે ભુસાની આડમાં ભરી અને આ ટ્રકનો રાજસ્થાની ડ્રાઈવર છે તે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રવેશ કર્યો હતો જેની બાતમી મળતાની સાથે જ મોડી રાતે આ ઓપરેશન દ્વારકા એલસીબી દ્વારા પાર પાડવામાં આવ્યું જેમાં કુરંગા ગામ નજીકથી જે બાતમી હતી તે ટ્રક ડ્રાઈવરને 53 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આમ દ્વારકા જીલ્લામાં દારૂની રેલમછેલ થાય તે પૂર્વે જ એલસીબીએ આ ઓપરેશન પાર પાડી દીધું છે.