Mysamachar.in-બનાસકાંઠા:
લાંચિયા બાબુઓ લાંચ લેવાથી ઝડપાઈ જતા અધિકારીઓના વારંવારના બનાવો છતાં સુધરવાનું નામ નથી લેતા એવામાં નિવૃત્તિને 9 માસનો સમયગાળો બાકી હતો તે એક અધિકારી કોન્ટ્રાકટર પાસેથી લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ ચુક્યા છે આ અંગેની વિગતો એવી છે કે…
ઉત્તર ગુજરાત વીજ કંપનીની પાલનપુર વર્તુળ કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરને ગુરૂવારે કોન્ટ્રાકટરનું મંજુર થયેલું ટેન્ડર એપ્રુવ કરવા માટે રૂપિયા 50,000ની લાંચ લેતાં એસીબીની ટીમે તેની ચેમ્બરમાંજ ઝડપી લીધો હતો. ઇલેક્ટ્રીકલ લેબર તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરનું રૂપિયા 83,00,000નું ટેન્ડર મંજુર થયું હતુ. જેને એપ્રૃવ કરવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપનની પાલનપુર વર્તુળ કચેરીમાં ગયા હતા. જ્યાં કચેરી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજય રસિકલાલ પટેલે કુલ ટેન્ડરની એક ટકા રકમ પ્રમાણે રૂપિયા 82,000ની લાંચની માંગણી કરી હતી. જેમાં છેલ્લે 70 હજાર નક્કી કરવામાં આવ્યા હતા.
જે બાદ એસીબીએ છટકું ગોઠવતા સંજય પટેલની ચેમ્બરમાં થેલામાંથી લાંચની રકમ રૂપિયા 50,000 કબ્જે લઇ તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા એવું પણ મળી રહ્યું છે કે જે અધિકારી લાંચ લેતા ઝડપાયા તેની નિવૃતિમાં માત્ર નવ માસનો જ સમય બાકી હતો અને લાંચ લેતાં ઝડપાઈ ગયો
ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરે ટેન્ડર એપ્રૃવ કરવા માટે આખરે 70,000ની લાંચ નક્કી કરી હતી. જોકે, કોન્ટ્રાકટરે હાલ પોતાની સગવડ મુજબ રૂપિયા 50,000 આપવાનું કહેતા એસીબીએ આપેલી પાવડરવાળી નોટો સ્વિકારી થેલામાં મુકી દીધી હતી.જે એસીબી ટીમ દ્વારા કબજે લેવામાં આવી છે.