Mysamachar.in-ગાંધીનગર:
આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. જેને લઈને દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધો દિવસની રજા રહેશે. હવે ગુજરાતમાં પણ 22 જાન્યુઆરી સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાના કારણે આ નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ રાજ્ય સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે. આ પરિપત્ર રાજ્ય સરકારની તમામ કચેરીઓ માટે લાગુ પડશે તેમ પણ જણાવાવમાં આવ્યું છે.