Mysamachar.in-જામનગર:
જામનગરના એક વ્યાપારીને વોટ્સએપ મોબાઇલ નંબર પર એક લોભામણી જાહેરાત આવેલ જેમાં ઇન્વેસ્ટમેન્ટની એક મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી, દર મહિને 25% જેટલું રિટર્ન મળશે તેવી લાલચ આપી, એપ્લિકેશનમાં ગોલ્ડ, ડાયમંડ અને પ્લાસ્ટિક એમ ત્રણ કોમોડિટી ઓપ્શનમાં રોકાણ કરવાનું જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લેવામાં આવ્યા બાદ અલગ-અલગ સમયે પ્લાસ્ટિક કોમોડિટીમાં પચાસ લાખથી વધુનું રોકાણ કરાવડાવી મોટુ રીટર્ન મળશે એવું કહી લલચાવી છેતરપીંડીની ફરીયાદ જામનગર સાઈબર ક્રાઈમના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા ના માર્ગદર્શનમાં આ અંગેની સઘન તપાસ કરવામાં આવી રહી હતી જેમાં અંતે પોલીસને સફળતા મળી છે,
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનીકલ તપાસ હાથ ધરેલ અને ફરીયાદીના ફ્રોડમાં ગયેલ નાણાંની બેંક ડીટેલ મંગાવી તેનું એનાલીસીસ કરતા એકાઉન્ટ ધારકની તપાસ દરમ્યાન આરોપીઓના લોકેશન પશ્ચિમ બંગાળ વિધાનનગર કમિશ્નરેટ તથા હાવડા કમિશ્નરેટ વિસ્તાર ખાતેનાં આવતા હોવાથી સાયબર ક્રાઈમ ટીમે ગુનામાં સંડોવાયેલા આરોપીઓના લોકેશનની ડીટેલ મેળવી પશ્ચિમ બંગાળ રાજ્ય ખાતે તપાસ અર્થે રવાના થયેલ બાદ જે આરોપી વિવેક સુશીલકુમાર કનોરીયા અને ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્માને પશ્ચિમ બંગાળ રાજ્યના ખાતેથી પકડી પાડી અટક કરેલ તથા પુછપરછ કરતા ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડી પાડવાની તપાસ તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.