Mysamachar.in-ડેસ્ક:
આજના સાઈબર ક્રાઈમના વિસ્તરી રહેલા બનાવો વચ્ચે આજે વેલન્ટાઈન ડે ની ઉજવણી યુવાઓ કરે છે, ઉજવણી કરવામાં ધ્યાન રાખવી કે તમે આજે જ છેતરપીંડીનો શિકાર ના બની જતા, વેલેન્ટાઈન ડે ના નામે આવતી આકર્ષક ઓફરોની લીંક પર ક્લિક કરતા જ તમારા મોબાઈલની માહિતી શાતીર ગઠિયાઓ સુધી પહોચી શકે છે, મફત મોંઘા ફોનની લાલચ આપીને સાયબર માફિયાઓ બોગસ લિંક મોકલીને લોકોને ઠગી રહ્યા છે. યૂઝર્સ આ લિંકથી ફોનમાં ઈન્સ્ટોલ થતી એપ ફાઈલ થકી ઈ વોલેટ અને બેન્કિંગ સહિતના મહત્વના ડેટાની ચોરી કરી લેતા હોવાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે,
સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ખંખેરવાનો નવો કિમીયો શોધી નાંખ્યો છે. માસ્ટરમાઈન્ડ ગેંગ સોશિયલ મીડિયા પર એક લિંક ફરતી કરી છે. આ લિંક પર યૂઝર્સ લલચાઈને ક્લિક કરતાં એક વેબ પેજ ખૂલે છે. ત્યારબાદ યૂઝર્સને અમુક સવાલો પુછવામાં આવે છે, તેના જવાબો યૂઝર્સને લખવાના હોય છે. સાચા જવાબ આપનારને એક લેટેસ્ટ મોબાઈલ ફોનનું ઈનામ મળશે તેવી બોગસ જાહેરાત કરવામાં આવે છે. આ લિંકથી ગેંગ ડેટાની ચોરી કરી નાણા ખંખેરતા હોય છે.
આ સંદર્ભે સાયબર એક્સપર્ટ જણાવે છે કે યુઝર્સ ચાર પ્રશ્નોના જવાબ આપે ત્યારે આઈપી એડ્રેસની ચોરી થાય છે. ફોનના બેકગ્રાઉન્ડમાં એપ સ્વરૂપમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ જાય છે. જે ઈ વોલેટ અને બેન્કિંગ એપ્સ પર તરાપ મારે છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ યુઝર્સના ફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં મદદ કરે છે. એપ ફાઈલો કોમ્પ્રેસ સ્વરૂપે ફોનમાં દાખલ થાય છે. યૂઝર્સ દ્વારા લિંક પર ક્લિક કર્યા બાદ જ તે એક્સટ્રેક્ટ થાય છે. વેલેન્ટાઈન ડે નામે કોઈ લિંક આવે તો તેને ઓપન કરવાથી બચવું જોઈએ.તેમ સાઈબર નિષ્ણાતોનો મત છે.અને જો ભૂલથી આવી અનનોન એપ ઈન્સ્ટોલ થઈ નથી તેની ખાતરી કરી લેવી હિતાવહ છે. જોકે આ પ્રકારની એપ ફોનમાં હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરવી જોઈએ.