Mysamachar.in-જામનગર
હાલમાં વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવા માટે નીચે મુજબના પગલાં લેવા તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.
જ્યારે ઘરની અંદર હોવ ત્યારે…..
-વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું,
-તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો,
-બારી-બારણા અને છતથી દુર રહેવું,
-વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું,
-ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું,
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો….
-ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંઘવાનું ટાળવું.
-આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
-ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.
-મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છત વાળા મકાનમાં આશ્રય મેળવવો.
-મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
-પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.
-ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દુર રહો
વિજળી પડવાની શકયતા…..
-જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
વિજળી-ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી…..
-લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.
-મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
-કરંટ લાગનાર વ્યકિત દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.
-કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ર્ડાકટરને જાણ કરવી.
-દાજેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહી.
-આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઈએ.
આકાશી વિજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતીઓ
-વીજળીની સલામતી માર્ગદર્શિકા એ 30-30નો નિયમ છે, વીજળી જોયા પછી 30 ની ગણતરી શરૂ કરવી, જો તમે 30 ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળ પછી ઓછામાં ઓછા 30 મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.
-ઈલેકટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અથીંગ રાખો.
-વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા.
-ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈના તથા ભેજથી દૂર રાખવા.
-વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું.
-તંત્રેની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.
-શોર્ટસર્કીથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવીએ સ્વીચ વાપરવી.
-ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ.
-ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું.
-ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું.
-ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
-ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું.
-તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
-ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી.
-ઈલેકટ્રીક થાંભલા-ટેલીફોન થાંભલાને અડકવું નહી.
મહત્વની અને ઉપયોગી માહિતી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાની સુચનાથી એડીશનલ કલેક્ટર કે.એમ.જાની ના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ડીપીઓ અને જામનગર જિલ્લા ઇ.ચા.ડીપીઓ મોહીત સીસોદીયાએ જનહિતમા પ્રસિદ્ધ કરવા માધ્યમો સાથે સંકલન કર્યુ છે જેથી દ્વારકા સહિત દરેક વિસ્તારના લોકો ગામમા હોય બહારગામ હોય પ્રવાસમા હોય કે બજારમા કે ખેતરમા કે કામકાજના સ્થળે હોય તેવા નાગરીકોને વીજળીથી નુકસાન ન થાય તેમજ અપીલ કરાય છે કે આ માહિતી સૌ પરિવારજનો ગૃપમા સાથી કર્મચારીઓ બાળકો વૃદ્ધો ખેડૂતો પશુપાલકો શિક્ષકો વેપારીઓ સૌ ને આ માહિતી આપતા રહો જેથી સલામતી જળવાય રહે જે ખુબ અગત્યનુ છે.