Mysamachar.in-જામનગર
હાલ દેશ અને દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરને કારણે હાહાકાર મચ્યો છે. ભલે કોરોનાની વેક્સીન આવી ગઈ હોય તેમ છતાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે હવે કોરોના પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. એવામાં ડોક્ટરો વીટામીન સી યુક્ત આહાર અને ફળોનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે કેટલાક ફ્રુટના વેપારીઓ તકનો લાભ લઈને આવા કપરાં કાળમાં ભાવ વધારી લૂટ ચલાવી રહ્યા છે, લોકો કોરોનાથી બચવા વિટામિન સી જે ફ્રૂટમાંથી મળતા હોય તે ખાવાય છે.
ફ્રૂટ માર્કેટમાં નારંગી અને મોસંબીના ભાવ તો લીંબુના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તો કીવી જેવા ફ્રુટના પણ ભાવોમાં અઠવાડિયા પૂર્વેનો આજનો ભાવ ઘણો વધારે છે, ફ્રૂટ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે આ ભાવ આગળથી જ વધીને આવે છે. કોરોના કાળમાં બીજી લહેરને અટકાવવા માટે સરકારે જે કરફ્યૂ આપ્યો છે તેની અસર પણ ધંધા પર પડી રહી છે. કફર્યૂને કારણે ફળોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો વર્ષોથી ફ્રૂટનો વેપાર કરતા વેપારીઓનું એમ પણ કહેવું છેકે, કોઈપણ ધંધો હોય એમાં ડિમાંડ અને સપ્લાયનો નિયમ લાગૂ પડતો હોય છે.
હાલ કોરોનાને કારણે ફળોની માગ વધી રહી છે. વેપારીઓ પાસે પુરતો જથ્થો આવતો નથી. એવામાં ફ્રૂટની માગ વધવાને કારણે તેની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામે લડવા માટે આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવી ખુબ જ જરૂરી છે. એવામાં વીટામીન સી યુક્ત ખોરાકનું સેવન આપણાં ઈમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે જેને આવા ખાટાફળોની તાસીર માફક ના આવતી હોય તેવા લોકોએ તબીબોની સલાહ મુજબ આવા ફળોનું સેવન કરવું હિતાવહ રહે છે.