Mysamachar.in-જામનગર:
હાલના સમયમા આધુનિક વિજ્ઞાનમા સારવાર હોવા છતા કેન્સર પડકારજનક તો બની જ રહ્યુ છે તેમજ ચિંતાજનક રીતે કેસ વધે છે, ત્યારે નિષ્ણાંતોના મતે કેન્સર એ એક જ બિમારી નહી રોગોનો સમુહ છે, અને સઘન સારવાર સમયસર થાય તો આ રોગ મટી શકે છે અને તેમાંથી બહાર આવી શકાય છે, તેમજ બીજી તરફ રોગપ્રતિકાર શક્તિ કેળવી નિયમિત ખોરાક કસરત અને વ્યસન ન હોવા જરૂરી છે, આમ તો અનવોન્ટેડ ગ્રોથ-બિન જરૂરી વૃદ્ધી કે સડો એ શરીરમા જ્યા થાય તે કેન્સર તરીકે ગણાય… આયુર્વેદમા તે અર્બુદ અને વિદ્રધીના નામથી જણાવાયુ હોય આ નવો રોગ નથી,
નિષ્ણાતોના મતે કેન્સર અલગ-અલગ પ્રકારના હોય છે, તેના વિવિધ તબક્કા હોય છે અને ઘણાં દર્દીઓમાં અન્ય રોગ ઉંમર તંદુરસ્તી વગેરે પરિબળો પણ કામ કરતાં હોય છે. મુખ્યત્વે એકવાર કેન્સરનું નિદાન થાય અથવા કેન્સરની શક્યતા જણાય, તે પછીનું અગત્યનું કદમ છે દર્દી અને ગાંઠ સંબંધી તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવું. કોઈપણ મોટા કામની શરૂઆત કરતાં પહેલા ચોક્ક્સાઈ પૂર્વકનું આયોજન ખૂબ જરૂરી છે અને આ વાત કેન્સરની સારવારમાં પણ લાગુ પડે છે.
હાલ વિશ્વમાં 100થી વધુ પ્રકારનાં કેન્સર જોવા મળે છે., મોટાભાગનાં કેન્સરનું નામ શરીરના કયાં અંગ અને કયા પ્રકારનાં કોષથી તેની શરૂઆત થાય તે પરથી હોય છે. દા:ત.મોટા આંતરડાના ભાગથી શરૂ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહેવાય છે. ચામડીના પાયાના કોષથી જે કેન્સર શરૂ થાય તેને ચામડીનું કેન્સર કહે છે. અમુક કેન્સર વારસાગત હોય છે. બીજા કેન્સરમાં વ્યકિતની અંગત ટેવો અને આદતો જેવી કે દારૂ, ધુમ્રપાન તથા તમાકુના વ્યસને કારણે થતાં જોવા મળે છે. સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું અને સ્તન કેન્સર વિશેષ જોવા મળે છે. તો ગુજરાતના સૌરાષ્ટ્રમાં તમાકુ ધુમ્રપાનનાં સેવનને કારણે મોઢાના જડબાના કેન્સરમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. બ્રેસ્ટ કેન્સર એક જ એવું છે જેમાં વહેલું નિદાન થાય તો સો ટકા બચી શકાય છે,
આમ જોઇએ તો ઘણી દવા આવવાના કારણે દર્દીને રાહત મળે છે. બ્રેસ્ટ કેન્સર વહેલું નિદાન – સચોટ સારવારથી નાબુદ કરી શકાય છે. કોઇપણ કારણસર શરીરનાં કોષોની વૃઘ્ધી અને વિભાજનની ક્રિયા નિયમાનુસાર ન થતાં, કોષોની અનિયંત્રિત વૃઘ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન કરે છે. ઘણી વખત ગાંઠ ફાટી જાય તો ચાંદા રૂપે પણ દેખાય છે. તેને કેન્સરનું ચાંદુ કહેવાય છે. લોહીનાં કેન્સરમાં ગાંઠ કે ચાંદુ દેખાતું નથી કારણ કે તેના કોષો લોહીમાં ભળીને શરીરમાં પ્રસરે છે.
કેન્સર વ્યકિતના પોતાના શરીરમાં ઉત્પન થાય છે. અને ઝડપથી પ્રસરે છે જે ચેપી નથી. અમુક કેન્સર વારસાગત હોય છે. પુરૂષોમાં સામાન્ય રીતે જીભ, સ્વરપેટી, શ્રવસનળી કે હોજરી, મોઢાનું કેન્સર વિશેષ જોવા મળે છે. તો સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું અને સ્તન કેન્સર વિશેષ જોવા મળે છે.
કેન્સર એ કોઇ એક બિમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમુહ છે જેમાં મોટાભાગનાં કેન્સરનું નામ શરીરનાં કયાં અંગ અને કયા પ્રકારનાં કોષથી તેની શરૂઆત થાય તે પરથી હોય છે. કેન્સર શબ્દએ બિમારી માટે વપરાય છે. જેમાં સામાન્ય કોષોનું અનિયંત્રિ પણે વિભાજન થયા કરે છે. અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે. કેન્સરનાં કોષો લોહિ અને લચિકા ગ્રંથી તંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
કેન્સરનાં મુખ્ય પ્રકારો
* કાર્સીનોમા:-કેન્સર કે જેની શરૂઆત ચામડી અથવા તેના કોષોમાં થાય છે અથવા તે અંદરનાં અંગોને આવરી લે છે.
* સાર્કોમા:- કેન્સર કે જેની શરૂઆત હાડકા, કાર્ટિલેજ, ચરબી, સ્નાયુ, લોહીની નળીઓ અથવા અન્ય જોડતા અથવા સહાયક કોષોથી થાય છે.
* લીમ્ફોમા અને માઇલોમા:- કેન્સર કે જેની શરૂઆત રોગ પ્રતિકારક તંત્રનાં કોષોમાં થાય છે.
* લ્યુકેમિયા:- કેન્સર કે જેની શરૂઆત લોહી બનાવતા કોષો જેવા કે બોર્નમેરોથી થાય છે. અને તેનાંથી મોટી સંખ્યામાં અસામાન્ય લોહીનાં કોષો પેદા થઇને લોહીમાં પ્રવેશે છે.
* સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ કેન્સર:- જેની શરૂઆત મગજ અને કરોડરજજુના બારીક કોષોથી થાય છે.કેન્સર વગરની સાદી ગાંઠ ને ઓપરેશન દ્વારા કરાવી શકાય, મોટાભાગે ફરીથી થતી નથી. તેમજ તેના કોષો શરીરનાં અન્ય ભાગોમાં ફેલાતાં નથી. મેલીગન્ટ ટયુમરને કેન્સરની ગાંઠ કહેવાય છે. આવી ગાંઠના કોષો નજીકનાઁ કોષોના જાળા પર હુમલો કરે ને શરીરનાં અન્ય ભાગમાં ફેલાય છે. ત્યારે કેન્સર શરીરનાં એક ભાગથી બીજા ભાગમાં ફેલાય છે તેમજ લ્યુકોમિયા જેવા કેન્સર બોર્નમેરો અને લોહીમાં થાય છે,
આમ જો શરીરમાં કોઈપણ લક્ષણો જણાઈ આવે તો તુરંત જ નિષ્ણાત તબીબોની સલાહ મેળવી અને યોગ્ય નિદાન અને સમયસર નિદાન થાય તો કેન્સર જેવી બીમારીને પણ મહાત આપી શકાય છે અને આવા કેટલાય દાખલાઓ આપની આસપાસ મૌજુદ હોય છે.